હાજતે ગયેલી દલિત સગીરા પર સામુહિક બળાત્કાર, 4ની ધરપકડ

સ્થાનીય પોલીસ સ્ટેશનના પીઆઇ અશ્વિની સાહુએ જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે એ વખતે ઘટી જ્યારે પીડિતા હાજત માટે ગઇ હતી. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકો તેને ઉઠાવી જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતા દ્વારા ફરિયાદ દાખલ કરાવ્યા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિત બધા જ ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. સ્થાનિય કોર્ટ દ્વારા જામિન આપવાનો ઇનકાર કરી દેવાતા ચારેયને જેલમાં મોકલી દેવાયા છે. અશ્વિનીના જણાવ્યા અનુસાર, યુવતીનું શુક્રવારે તબીબી પરિક્ષણ કરવામાં આવશે.
એક અન્ય ઘટનામાં કોરાપુટ જિલ્લાના જેપોર શહેરમાં એક વ્યક્તિને 11 વર્ષની એક યુવતી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. સ્થાનીય પોલીસના જણાવ્યા અનુસાર 24 વર્ષીય આરોપી યુવતીના ઘરે પાણી માગવા માટે ગયો હતો અને તેને ઘરમાં એકલી જોઇ તેની સાથે દુષ્કર્મ આચરી લીધું.












Click it and Unblock the Notifications
