For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં દલિત ભાઈઓની ક્રૂરતાપૂર્વક પિટાઈને રાહુલ ગાંધીએ ગણાવી ભયાનક

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ચોરીના આરોપમાં બે દલિત ભાઈઓની અત્યંત ક્રૂર રીતે મારપીટનો સનસનીખેજ કેસ સામે આવ્યા બાદ આના પર રાજકારણ ગરમાયુ છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ચોરીના આરોપમાં બે દલિત ભાઈઓની અત્યંત ક્રૂર રીતે મારપીટનો સનસનીખેજ કેસ સામે આવ્યા બાદ આના પર રાજકારણ ગરમાયુ છે. આ ઘટના 16 ફેબ્રુઆરીની છે. બંને ભાઈઓની પિટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચોરીના આરોપમાં બંને ભાઈઓની પિટાઈ કરવામાં આવી અને કથિત રીતે પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખી દેવામાં આવ્યુ. વળી, આ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અશોક ગહેલોત સરકારને ત્વરિત કાર્યવાહી કરવા કહ્યુ છે.

રાહુલ ગાંધીએ ઘટનાને ગણાવી ભયાનક

રાહુલ ગાંધીએ ઘટનાને ગણાવી ભયાનક

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, રાજસ્થાનના નાગૌરમાં બે દલિત યુવકો સાથે ક્રૂરતાપૂર્વક અત્યાચાર કરવાનો વીડિયો ભયાનક અને બીભત્સ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આ ગુના સામે રાજ્ય સરકાર તત્કાલ કાર્યવાહી કરે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલિસે બુધવારે સાત આરોપીઓ સામે એફઆઈઆર નોંધી લીધી હતી. આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યુ પેટ્રોલ

નાગૌર સોનનગર ભોજાવાસ નિવાસી યુવકે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે તે 16 ફેબ્રુઆરીએ બાઈકની સર્વિસ કરાવવા માટે કાકાની દીકરી સાથે કરનૂ ગામમાં એજન્સી પર ગયો હતો. ત્યાં ભીંવસિંહ વગેરેએ તેના પર કાઉન્ટર પરથી ચોરી કરવાનો આરોપ લગાવીને તેને એજન્સીની પાછળ લઈ જઈને રબડના ફેન બેલ્ટ અને લાતો-ઘૂસાથી ક્રૂરતાપૂર્વક મારપીટ કરી. ત્યારબાદ આરોપીઓએ પેચકસ પર પેટ્રોલથી ભરેલા કપડા લપેટીને પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખ્યુ. આનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સ્વરા ભાસ્કરે પણ કર્યુ ટ્વિટ

સ્વરા ભાસ્કરે પણ કર્યુ ટ્વિટ

દલિત ભાઈની પિટાઈના આ વીડિયોને એક આરોપી દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્યના ભાજપ નેતાઓએ કોંગ્રેસ પર નિશાન સાધવાનુ શરૂ કરી દીધુ છે. જ્યારે બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ દલિત ભાઈઓ સાથે ક્રૂરતની આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ કે નાગૌરમાં દલિત યુવાનો સાથે આ અત્યાચારનો વીડિયો તે નથી જોઈ શકતી. આ અત્યાચારને વર્ણવી નથી શકાતો. સીએમ અશોક ગહેલોત અને રાહુલ ગાંધીને ટેગ કરીને તેમણે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ 'કટ, કૉપી, પેસ્ટ'ની શોધ કરનાર કમ્પ્યુટર વૈજ્ઞાનિક લૈરી ટેસ્લરનુ ગુરુવારે નિધનઆ પણ વાંચોઃ 'કટ, કૉપી, પેસ્ટ'ની શોધ કરનાર કમ્પ્યુટર વૈજ્ઞાનિક લૈરી ટેસ્લરનુ ગુરુવારે નિધન

English summary
dalit men beaten stripped in rajasthan, rahul gandhi says horrific and sickening
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X