યુપીમાં દલિત મહિલા સાથે દુર્વ્યવહાર, ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
યુપીમાં દલિત મહિલા સાથે દુર્વ્યવહાર, ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
હમીરપુરઃ હાથરસમાં દલિત છોકરી સાથે થયેલી ઘટના બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠવા લાગ્યા છે. રાજ્યભરમાં મહિલાઓ પર થઈ રહેલા જુલ્મોને લઈ વિપક્ષી દળ પણ સતત સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક દલિત મહિલાને ઝાડ સાથે બાંધી તેને માર મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડી રડીને પોતાની આપવીતી જણાવી રહી છે. પોલીસે અહીં આવી મહિલાને છોડાવી.

આ મામલે ચાર મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટના પર અખિલ ભારતીય મહિલા કોંગ્રેસે યોગી સરકાર પર હુમલો બોલ્યો છે. કોંગ્રેસે વીડિયો શેર કરી કહ્યું કે ઉત્તર પ્રદેશના જંગલરાજમાં દલિતોનું દમન યથાવત છે.
જાણકારી મુજબ મહિલાના પતિનો દેહાંત થઈ ચૂક્યો છે અને પોતે દૂધ વેંચી પોતાનો ગુજારો કરે છે. ઘરનું ભાડૂં ના ચૂકવી શકતાં મકાન માલિક ભગીરથનો તેની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. દલિત મહિલાને ઝાડ સાથે બાંધવામાં આવી અને તે બાદ ભગીરથના પક્ષની મહિલાઓએ તેને ઢોર માર માર્યો. મહિલાએ ચીસાચીસ કરતાં પાડોસીઓ એકઠા થઈ ગયા. અડધા કલાક સુધી મહિલા સાથે દુર્વ્યવહાર થતો રહ્યો અને લોકો તમાશો જોતા રહ્યા. મામલાની જાણકારી મળતાં ઘટના સ્થળે પહોંચેલી યુપી પોલીસે મહિલાને મુક્ત કરાવી.












Click it and Unblock the Notifications
