Dangal Girl Zaira Wasim : ફ્લાઇટમાં ઝાયરા સાથે થઇ છેડછાડ
દિલ્હીથી મુંબઇ ફ્લાઇટમાં આવી રહેલી બોલીવૂડ અભિનેત્રી ઝાયરા વસીમ સાથે ફ્લાઇટમાં થઇ છેડછાડ. જાણો સમગ્ર ઘટવા વિષે વિસ્તારથી અહીં
ફિલ્મ દંગલથી અનેક લોકોને પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરનાર ઝાયરા વસીમ હાલ એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પહેલા તેના કાશ્મીરી હોવા પર મામલે વિવાદ થયો હતો. અને હવે ફ્લાઇટમાં તેની સાથે છેડછાડ થઇ હોવાની વાત બહાર આવી છે. આ અંગે ખુદ ઝાયરા વસીમે એક વીડિયો અપલોડ કરીને જણાવ્યું છે. નોંધનીય છે કે બોલીવૂડમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરતી ઝાયરા એક પછી એક મુશ્કેલીઓમાં પડી રહી છે. ઝાયરાએ વીડિયો અપલોડ કરીને જણાવ્યું કે ફ્લાઇટમાં તેમની પાછળ બેઠેલો વ્યક્તિ તેમની સાથે ફ્લાઇટમાં છેડછાડ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે પાછળ બેસનાર વ્યક્તિ તેના પગથી ઝાયરાને પીઠ અને ગળાને અડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ આસપાસ બેઠેલા લોકોએ તેને ના તો કંઇ કહ્યું ના તો તેને રોક્યો.

ઝાયરાએ જ્યારે તેને રોકવાની વાત કહી તો તે વ્યક્તિને ફ્લાઇટ ટ્બુલેન્સ કહીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો. સાથે જ ઝાયરાએ તેનો વીડિયો પણ બનાવાનો પ્રયાસ કર્યો પણ અંધારાના કારણે તે આવું કરી ના શકી. નોંધનીય છે કે જાયરા દિલ્હીથી મુંબઇ જઇ રહી હતી. મુંબઇ પહોંચ્યા પછી લાઇવ વીડિયો કરીને તેણે પોતાના ઇસ્ટ્રાંગામમાં આ વાત પોસ્ટ કરીને લોકોને જણાવી હતી. જેમાં તે રોઇ પણ રહી હતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે એરલાઇન્સ વાળાએ પણ તેની કોઇ રીતે મદદ ના કરી. જાયરાએ તે વ્યક્તિના પગની ફોટો પણ બતાવી. ત્યારે સાથે જ તેણે સવાલ પૂછ્યો કે જો મારી સાથે આવું થઇ શકે છે તો દેશમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે?
A post shared by Manushi Chhillar Miss World 🏻🤘 (@manushichhillar01) on












Click it and Unblock the Notifications
