ભારત પર કલંક: વિદેશી મહિલાનું જીન્સ પણ ઉતારીને લઇ ગયા નરાધમો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: દિલ્હીના દિલ સમાન કનોટ પ્લેસની પાસે ખુલ્લેઆમ 7-8 નરાધમોએ ત્રણ કલાક સુધી વિદેશી મહિલાની આબરુ સાથે રમતા રહ્યા. પરંતુ દિલ્હી પોલીસ અને રેલવે પોલીસને આ ઘટનનાનો કોઇ અણસાર સુધ્ધા આવ્યો નહી. ગણતંત્ર દિવસને પગલે દિલ્હી પોલીસ રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થાનો દાવો કરી રહી છે.

પરંતુ મંગળવારે બનેલી આ ઘટનાએ પોલીસના દાવાઓને પોકળ સાબિત કરી દીધા છે. જે સ્થળે આ ઘટના ઘટી ત્યાં રેલવે અધિકારીઓનું ક્લબ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૂમસામ વિસ્તાર હોવાના કારણે અવારનાર અત્રે આવી ઘટનાઓ ઘટતી રહે છે. તેમ છતાં લોકલ પોલીસ અને રેલવે પોલીસ અત્રેની સુરક્ષા વ્યવસ્થા પર કોઇ ધ્યાન આપી રહ્યા નથી.

આ ઘટના દરમિયાન આરોપીઓએ મહિલાના વિરોધ કરવા પર તેની સાથે મારજૂડ પણ કરી. પીડિતાએ જણાવ્યું કે તેણે મદદ માટે ખૂબ જ બૂમો પણ પાડી પરંતુ કોઇ પણ તેની મદદ કરવા માટે સામે આવ્યું નહીં. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહિલાએ પહેરેલી જીન્સ પણ ઉતારીને લઇ ગયા.

rape
મહિલાએ અહીંથી એક આરોપીનો પાયજામો પહેરીને જવું પડ્યું. એવામાં સવાલ ઉઠે છે કે કનોટ પ્લેસ પાસે આવેલા આવા સૂમસામ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ શા માટે નથી કરતી. દિલ્હી પોલીસ કમિશ્નર વારંવાર મહિલાઓની સુરક્ષા વધારવા અને સૂમસામ સ્થળોની ઓળખ કરીને પેટ્રોલીંગ કરવાની વાતો કર્યા કરે છે.

ઘટનાસ્થળથી લગભગ 500 મીટર પહેલા કનોટ પ્લેસના આઉટર સર્કલ પર પોલીસ બૂથ આવેલું છે. પરંતુ પોલીસના કડક વલણના કારણે તે આ ઘટનાનો શિકાર થઇ ગઇ. પોલીસે સુરક્ષામાં વધારો કર્યો હોત તો આ ઘટના ઘટી ના હોત અને ભારત પર મહેમાનો સાથે આવો દૂર્વ્યવહાર કરવાનું કલંક લાગતું નહીં.

English summary
Danish Tourist Gang Raped, Robbed And Beaten Near Connaught Place at Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.