અડવાણીના વખાણ ભારે પડ્યા મુલાયમને, મુસ્લિમ નેતા ખફા

ઉલેમાએ કડક શબ્દોમાં તેને માત્ર મતોનું રાજકારણ ગણાવ્યું છે. કહ્યું છે કે મુલાયમ મુસલમાનો સાથે છલ કરી રહ્યાં છે. મૌલાના નદીમુલ વાજદીએ લાલકૃષ્ણ અડવાણીને બાબરી મસ્જિદની શહાદતના દોષી ગણાવતા કહ્યું છે કે સપા મુખિયા મુલાયમ સિંહ ભાજપના વખાણ કરીને ભૂલ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મુલાયમના નિવેદનો પરથી એવું લાગે છે કે તે રાજકીય લાભ ખાટવા માંગી રહ્યાં છે. તેમણે કહ્યું કે અડવાણીના વખાણ કરવા માત્ર મતોનું રાજકારણ છે. મુલાયમ ઇચ્છે છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ તેમની મદદ કરે.
મુલાયમ વિરુદ્ધ બોલતા દારૂલ ઉલૂમના પૂર્વ મીડિયા પ્રભારી આદિલ સિદ્દીકીએ કહ્યું કે તમામ રાજનૈતિક દળોએ મુસલમાનોનો મત બેન્કના રૂપમાં ઉપયોગ કર્યો છે. લાલકૃષ્ણ અડવાણીએ મંદિરના નામ પર તો મુલાયમ સિંહ યાદવે મસ્જિદના નામ પર મત મેળવ્યા છે. મુસ્લિમ નેતાઓએ માન્યું કે મુલાયમ સિંહનું અડવાણીના વખાણ કરવા એ નિંદનીય છે. મુસલમાનોએ તેમનો જોરદાર વિરોધ કરવો જોઇએ.












Click it and Unblock the Notifications
