For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 વર્ષીય વહુએ લિવર ડોનેટ કરી 61 વર્ષના સસરાને જીવનદાન આપ્યું

30 વર્ષીય વહુએ લિવર ડોનેટ કરી 61 વર્ષના સસરાને જીવનદાન આપ્યું

|
Google Oneindia Gujarati News

ઉદયપુરઃ 61 વર્ષના દિનેશ અગ્રવાલ મૃત્યુ અને જીવન વચ્ચે લડી રહ્યા હતા. લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો એકેય વિકલ્પ નહોતો બચ્યો. ખુદના 6 ભાઇ બહેન અને ત્રણ દીકરામાંથી કોઇનું પણ લિવર મેચ ના થયું. પછી અચાનક 30 વર્ષની વહુ ગરિમા અગ્રવાલ સામે આવી અને જિદ કરવા લાગી કે સસરાને તે જ લિવર ડોનેટ કરશે. જેના પાછળનું જે કારણ ગરિમાએ પરિવારને જણાવ્યું તે સાંભળી સૌકઇના દિલમાં ગરિમા પ્રત્યે માન વધી ગયું. જણાવી દઇએ કે ગરિમાને જ્યારે માલૂમ પડ્યું કે સસરાનું લિવર અને બ્લડ ગ્રુપ પરિવારમાં કોઇ નજીકના વ્યક્તિથી નથી મળી રહ્યું તો તે પરિવારમાં કોઇનેપણ જણાવ્યા વિના મુંબઇ ગઇ અને ખુદની તપાસ કરાવી. તેનું અને તેના સસરાનું લિવર અને બ્લડ ગ્રુપ મેચ થયા બાદ તેણે લિવર ડોનેટ કરવાનો ફેસલો લીધો.

ઉદયપુરની રહેવાસી છે ગરિમા

ઉદયપુરની રહેવાસી છે ગરિમા

ગરિમા અગ્રવાલ મૂળરૂપે રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી છે. ઉદયપુરના હિરણમગરી સેક્ટર 11 નિવાસી વિનોદ અગ્રવાલની દીકરી ગરિમાના લગ્ન ચાર વર્ષ પહેલા અમદાવાદના એરપોર્ટ રોડ નિવાસી દિનેશ અગ્રવાલના દીકરા રોનક અગ્રવાલ સાથે થયા હતા. નવેમ્બર 2019માં ગરિમાના સસરા દિનેશ અગ્રવાલની હાલત ખરાબ થઇ ગઇ હતી. તેમની સ્થિતિને જોતા મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઇ, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદના કેન્દ્રોમાં એક ડોક્ટર સાથે પરામર્શ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, પરંતુ લોકડાઉનને કારણે મામલો ઠપ થઇ ગયો હતો. પછી તેમને જૂન 2020માં એસજી રાજમાર્ગ પર એક ખાનગી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની વહુએ 60 ટકા લિવર દાન આપ્યું.

હું વહુના ભવિષ્યનો ઋણિ છું- દિનેશ અગ્રવાલ

હું વહુના ભવિષ્યનો ઋણિ છું- દિનેશ અગ્રવાલ

દિનેશ અગ્રવાલને જ્યારે માલૂમ પડ્યું કે તેની વહુ લિવર ડોનેટ કરવા માટે તૈયાર થઇ તો તેની આંખો ભરાઇ આવી. દિનેશ અગ્રવાલે કહ્યું કે જે કામ મારા આખા પરિવારમાં કોઇ ના કરી શક્યું તે વહુએ કરી દેખાડ્યું. તેણે પોતાના નામને અનુરૂપ કામ કર્યું છે. હું વહુના ભવિષ્ય માટે હંમેશા કરજદાર રહીશ.

મારા સસરા મને દીકરીની જેમ રાખે છે- ગરિમા અગ્રવાલ

મારા સસરા મને દીકરીની જેમ રાખે છે- ગરિમા અગ્રવાલ

મીડિયા સાથે વાતચીતમાં ગરિમા અગ્રવાલે કહ્યું કે હું ખુદને ખુશનસીબ સમજું છું કે હું પિતા તુલ્ય સસરાનો જીવ બચાવવામાં યોગદાન આપી શકી છું. લગ્ન બાદ હું સાસરે હોવ તેવું મને ક્યારેય નહોતું લાગ્યું. ખુદ સસરા મને પોતાની દીકરીની જેમ રાખે છે. સસરા ક્યારેય નહોતા ઈચ્છતા કે હું મારું લિવર તેમને ડોનેટ કરું. ડૉ દિનેશજીએ પણ વહુનું લિવર લેવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ મે તેમને મારા પિતા માનીને લિવર આપ્યું છે. મારા પિતા અને ભાઇ બે વાર ઉદયપુર આવ્યા અને તેમને ખુબ સમજાવ્યા બાદ તેઓ લીવર લેવા માટે તૈયાર થયા.

મને દીકરી પર ગર્વ છેઃ વિનોદ અગ્રવાલ

મને દીકરી પર ગર્વ છેઃ વિનોદ અગ્રવાલ

મને દકરી ગરીમાના આ ફેસલા પર ગર્વ છે. આગલા જન્મમાં પણ પરમાત્મા મને જ તારા પિતા થવાનું ગૌરવ પ્રદાન કરે. દીકરી ગરિમાને જ્યારે માલૂમ પડ્યું કે પરિવારમાં કોઇનુંપણ લિવર સસરાના લિવર સાથે મેચ નથી થઇ રહ્યું તો તેણે માત્ર મને જણાવ્યું અને એકલી જ મુંબઇ જઇ ખુદની તપાસ કરાવી. પછી લિવર દેવાનો ફેસલો લીધો. તે મુંબઇ ગઇ તે વાત સાસરી પક્ષમાં કોઇને ખબર નહોતી.

કોંગ્રેસ બોલ્યુ: PUBG બંધ કરવા માંગે છે મોદીજી, પરંતુ યુવા....કોંગ્રેસ બોલ્યુ: PUBG બંધ કરવા માંગે છે મોદીજી, પરંતુ યુવા....

English summary
daughter in law saved the life of a father in law by donating liver
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X