સસુરે મારી સાથે બળાત્કાર કર્યો, પતિને નપુંસક બનાવવાની દવા આપી

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક એવી ઘટના સામે આવી છે જે તમારા હોશ ઉડાવી દેશે. આ કલંકિત કથામાં સસુરે પોતાની વહુ સાથે તમંચાની ધાર પર દુષ્કર્મ કર્યું. એટલું જ નહીં પરંતુ વહુ પોતાના વશમાં રહે તેના માટે દીકરાને મર્દાનગી ઘટાડે તેવી દવા પણ આપી. આ મામલો એક મુસ્લિમ પરિવાર સાથે જોડાયેલો છે જેમાં સસુરે પોતાની વહુ પર જ નજર બગાડી. હવે પીડિતાએ હિંમત કરીને તેનો પ્રતિકાર કર્યો છે અને કોઈ પણ રીતે સસુર સામે કાર્યવાહીની માંગ કરી રહી છે.

વહુએ સસુર પર આરોપ લગાવ્યો

વહુએ સસુર પર આરોપ લગાવ્યો

બરેલી પોલીસ પરામર્શ કેન્દ્રમાં વહુએ પોતાના સસુર પર બળાત્કાર કરવાનો અને પોતાના પતિને નામર્દ બનાવવાની કોશિશ કરવુંનો આરોપ લગાવ્યો છે. હવે વહુ તેમના વિરુદ્ધ કાનૂની પગલાં માટે માંગ કરી રહી છે. જયારે સસુર અને તેના પતિ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે ખોટું બોલી રહી છે. તેમને આગળ જણાવ્યું કે આખો મામલો ઘરેણાંનો છે. જેમાં વહુ લગ્ન વખતે સસુરાલ ઘ્વારા ચડાવવામાં આવેલા ઘરેણાં તેના માયકામાં મૂકીને આવી હતી. હવે કહેવા છતાં પણ લઈને નથી આવી રહી અને વિવાદ થયા પછી ખોટી કહાની સંભળાવીને ફસાવી રહી છે.

પરિવાર પરામર્શ કેન્દ્રમાં મામલો

પરિવાર પરામર્શ કેન્દ્રમાં મામલો

પરિવાર પરામર્શ કેન્દ્રમાં સુનાવણી શરૂ થઇ ચુકી છે. પરંતુ સસુરના દુષ્કર્મનો શિકાર બનેલી મહિલા હવે લગ્નમાં નથી રહી. આવી હાલતમાં તે બીજા લગ્ન તો કરી શકે છે પરંતુ પહેલા પતિ પાસે કોઈ પણ હાલતમાં નહીં આવી શકે.

વહુએ સસુરને સજા અપાવવા માટે માંગ કરી

વહુએ સસુરને સજા અપાવવા માટે માંગ કરી

28 વર્ષની પીડિતાએ ફરિયાદમાં સસુરને ગુનેગાર ગણાવ્યો છે અને સજા અપાવવા માટે માંગ કરી છે. પોલીસ પરામર્શ પાસે આવેલા કેસમાં કાઉન્સેલર એડવોકેટ ઘ્વારા સસુર, પતિ અને વહુ ત્રણેને બેસાડીને વાત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં. સુનાવણી માટે આગળની તારીખ આપવામાં આવી છે.

English summary
Daughter in law alleged that father in law raped her

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.