For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ કરાચીમાં છૂપાયો છે, સાક્ષીનો ED સમક્ષ ખુલાસો

દાઉદની સંપત્તિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મલિક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટમાં આ બે સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એક સાક્ષીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને જણાવ્યું છે કે, ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચી શહેરમાં છે, જ્યારે અન્ય એક સાક્ષીનું કહેવું છે કે, તેને કહેવામાં આવ્યું હતું કે, દાઉદ તેના ભાઈ બહેનોને દર મહિને 10 લાખ રૂપિયા મોકલશે.

દાઉદની સંપત્તિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મલિક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટમાં આ બે સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ગેંગસ્ટરની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહ પારકરે તપાસ એજન્સી સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, દાઉદ તેનો 'મામુ' છે અને તે 1986ની આસપાસ મુંબઈમાં ડામરવાલા બિલ્ડિંગના ચોથા માળે રહેતો હતો.

દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં હોવાનો દાવો

દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં હોવાનો દાવો

તેણે EDને કહ્યું, '1986 પછી, મેં વિવિધ સ્ત્રોતો અને પરિવાર પાસેથી સાંભળ્યું કે, દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છે. જ્યારે દાઉદઈબ્રાહીમ કરાચી ગયો હતો, ત્યારે મારો જન્મ ન હતો થયો. હું કે મારા પરિવારના સભ્યો તેના સંપર્કમાં નથી.

સાક્ષી ખાલિદ ઉસ્માને ED સમક્ષ દાવો કર્યો

સાક્ષી ખાલિદ ઉસ્માને ED સમક્ષ દાવો કર્યો

અલીશાહ પારકરે કહ્યું કે, ક્યારેક ઈદ, દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન દાઉદની પત્ની તેના પરિવારને મળવા જાય છે. અન્ય સાક્ષીખાલિદ ઉસ્માન શેખે ED સમક્ષ કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરે મને કહ્યું હતું કે, દાઉદ તેના સગરીતો દ્વારા પૈસા મોકલતોહતો.

તેણે કહ્યું, 'કાસકરે કહ્યું છે કે તેને પણ દર મહિને 10 લાખ રૂપિયા મળશે. કેટલાક પ્રસંગોએ તેણે મને નોટોના બંડલ પણ બતાવ્યા અને કહ્યુંકે આ પૈસા તેને દાઉદ પાસેથી મળ્યા છે.'

મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે

મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે

ઉલ્લેખનીય છે કે, મલિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (RKP)ના નેતા છે. ઈડીએ મની લોન્ડરિંગના આરોપમાં 23 ફેબ્રુઆરીએ તેની ધરપકડકરી હતી. હાલ તે જેલમાં છે.

EDનો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દાઉદ અને તેના સહયોગીઓ વિરુદ્ધ દાખલકરવામાં આવેલી FIR પર આધારિત છે. દાઉદ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી છે અને તેને વૈશ્વિક આતંકવાદીજાહેર કરવામાં આવ્યો છે.

English summary
Dawood is hiding in Karachi, witness reveals to ED.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X