For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલીની 9 મહિનાની દીકરીને ધમકીઓ પર દિલ્લી મહિલા પંચ કડક, પોલિસને પૂછ્યુ - શું કાર્યવાહી કરી?

દિલ્લી મહિલા પંચના પ્રમુખ સ્વાતી માલીવાલે દિલ્લી પોલિસની સાઈબર ક્રાઈમ બ્રાન્ચને પત્ર લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટી-20 વર્લ્ડકપમાં હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીની 9 મહિનાની દીકરીને સોશિયલ મીડિયા પર રેપ કરવાની ધમકી મળવા બાબતે દિલ્લી મહિલા પંચે સંજ્ઞાન લીધુ છે. પંચે આને ગંભીર ગણાવીને દિલ્લી પોલિસે આના પર કરેલી કાર્યવાહી પર રિપોર્ટ માંગ્યો છે. દિલ્લી મહિલા પંચના પ્રમુખ સ્વાતી માલીવાલે આના વિશે દિલ્લી પોલિસની સાઈબર ક્રાઈમ બ્રાન્ચને પત્ર લખ્યો છે.

virat

દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને આ બાબતે દિલ્લી પોલિસને નોટિસ જાહેર કર્યાની માહિતી આપી છે. તેમણે લખ્યુ - વિરાટ કોહલીની 9 મહિનાની દીકરીને જે રીતે ટ્વિટર પર રેપની ધમકી આપવામાં આવી તે ખૂબ જ શરમજનક છે. આ ટીમે આપણને હજારો વાર ગૌરવ અપાવ્યુ છે, હાર પર આ ઘટિયાપણુ કેમ? મે દિલ્લી પોલિસને નોટિસ જાહેર કરી છે, 9 મહિનાની બાળકીને રેપની ધમકી આપનાર બધાની ધરપકડ કરો.

8 નવેમ્બર સુધી માંગ્યો રિપોર્ટ

સ્વાતિ માલીવાલે દિલ્લી પોલિસને આ અંગે 8 નવેમ્બર સુધી વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. પંચે દિલ્લી પોલિસ પાસે કરવામાં આવેલી એફઆઈઆરની કૉપી સાથે જ આ મામલે કયા આરોપીઓની ઓળખ અને ધરપકડ થઈ, તેની માહિતી પણ માંગી છે. જો કોઈ ધરપકડ નથી થઈ તો પંચે દિલ્લી પોલિસને એ પગલાં વિશે પૂછ્યુ છે જે તેમણે આરોપી સામે આ કેસમાં લીધા છે.

શું છે સમગ્ર મામલો

યુએઈમાં ચાલી રહેલ ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ સામે પોતાની પહેલી મેચ હારી ગઈ છે. તેને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ખેલાડીઓના પ્રદર્શનની વિરુદ્ધ તેમના પરિવાર, ધર્મ વગેરે પર ટિપ્પણીઓ કરી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની 9 મહિનાની દીકરીને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી છે. ત્યારબાદ મહિલા પંચે આના પર સંજ્ઞાન લીધુ છે.

English summary
DCW takes suo motu cognisance on reports of online threats to Virat Kohli 9 month old daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X