ગટર લાઇનમાં એન્જિનિયર અને મજૂરનું મોત, ગુજરાતની કંપની સામે FIR નોંધાશે
મધ્યપ્રદેશના ભોપાલમાં ગટરના પાણીમાં પડી જવાથી એન્જિનિયર અને સગીર મજૂરના મોતના મામલામાં ગુજરાતની અંકિતા કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવશે.
મધ્યપ્રદેશના ભોપાલમાં ગટરના પાણીમાં પડી જવાથી એન્જિનિયર અને સગીર મજૂરના મોતના મામલામાં ગુજરાતની અંકિતા કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવશે. રાજ્યના અર્બન એડમિનિસ્ટ્રેશન અને હાઉસિંગ મિનિસ્ટર ભૂપેન્દ્ર સિંહે ભોપાલ પોલીસ કમિશનરને પત્ર લખીને આ અંગે પગલાં લેવા જણાવ્યું છે. બંને ગટરની લાઈનમાં ઊંડાઈ માપવા માટે નીચે ઉતર્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો.

ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે સોમવારના રોજ આ દુર્ઘટનામાં પોતાનો તપાસ રિપોર્ટ મંત્રીને સોંપ્યો છે. સોમવારના અકસ્માતમાં કન્સ્ટ્રક્શન કંપની દોષિત હોવાનું સ્પષ્ટ છે. તેમણે તેના કર્મચારીઓને સુરક્ષા સાધનો આપ્યા ન હતા. કમિશનરને લખેલા પત્રમાં મંત્રીએ બંને મૃતકોના સંબંધીઓને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કંપની સામે શિક્ષાત્મક પગલા લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ભોપાલ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં મંત્રીએ જણાવ્યું હતું કે, અંકિતા કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવે. આ કંપની ભોપાલમાં ગટરની લાઇન નાખી રહી છે. મંત્રીના પત્ર મુજબ બાંધકામ કંપનીએ ગટર સંબંધિત કામો માટે કર્મચારીઓને સુરક્ષા સાધનો આપ્યા ન હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો. કંપનીએ સલામતી ધોરણોનું પાલન કર્યું નથી. કંપનીએ સગીર મજૂરને કામે રાખી ગુનાહિત કૃત્ય આચર્યું છે.
શું છે સમગ્ર ઘટના?
ઉત્તર પ્રદેશના કુશીનગરના રહેવાસી 28 વર્ષીય એન્જિનિયર દીપક કુમાર સિંહ ઝાબુઆના રહેવાસી તેમના સાથીદાર ભરત સિંહ (નાની) સાથે સોમવારના રોજ લગભગ 20 ફૂટ ઊંડી ગટર લાઇનમાં ઉતર્યા હતા. તે ઊંડાઈ માપી રહ્યો હતો. જ્યારે તેઓ લાંબા સમય સુધી ન આવ્યા તો લોકોએ પોલીસને ફોન કર્યો અને ત્યારબાદ શોધખોળ શરૂ કરી હતી. બંનેના શૂઝ મેનહોલની બહાર રાખવામાં આવ્યા હતા. બે કલાકની જહેમત બાદ પોલીસે બંનેના મૃતદેહ ગટરમાંથી બહાર કાઢ્યા હતા. ગુજરાતની અંકિતા કન્સ્ટ્રક્શન કંપનીએ વર્ષ 2018માં ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગટર લાઇન નાખવાનો પ્રોજેક્ટ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
