ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
 • search

આસારામની શાળામાં 800 બાળકોના મોત

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 19 ફેબ્રુઆરીઃ 14 વર્ષીય સગીરા સાથે યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુની વધું એક ફાઇલ ખુલી છે. જીહાં, આસારામની શાળામાં સતત બાળકોના મોતે સનસની ફેલાવી દીધી છે. 2001 બાદ આસારામની મહારાષ્ટ્ર સ્થિત શાળામાં અંદાજે 800 બાળકોના મોત નીપજ્યાં છે. સામાજિક ન્યાય અને અધિકારિતા પર સંસદની સ્થાયી સમિતિએ આદિવાસી મામલાના મંત્રાલયને તેને પર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. બાળકોની અસામયિક મોતને ગંભીરતાથી લેતા સમિતિએ મંત્રાલયને આ મામલે દંડાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે.

  asaram3
  અધ્યયન દરમિયાન સમિતિ એ જાણીને હેરાન થઇ ગઇ કે આસારામની શાળામાં 2001-2002 અને 2011-2012 દરમિયાન 793 બાળકોના મોત નીપજ્યાં છે. મોત સાંપ અને વિંછીના કરડવાથી, તાવ તથા નાની મોટી બિમારીઓથી થયા છે. સમિતિ અનુસાર મહારાષ્ટ્ર સરકારે પ્રારંભિક તપાસ બાદ આસારામની શાળાના 74 કર્મચારીને નિલંબિત કરી દેવામાં આવ્યા છે. 28 કર્મચારીઓ વિરુદ્દ વિભાગીય કાર્યવાહી અને 39ને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. 99 કર્મચારીઓને ચેતાવણી આપીને છોડી દેવામાં આવ્યા છે.

  રાજ્ય સરકારની આ કાર્યવાહીને અપર્યાપ્ત માનતા સમિતિએ મંત્રાલય પાસે વિસ્તૃત અહેવાલ આપવા કહ્યું છે. સાથે જ સમિતિએ ભલામણ કરી છે કે મંત્રાલય આ મામલે સંબંધિત રાજ્યો પાસેથી રિપોર્ટ માંગે. સાથે જ આવશ્યક અને દંડાત્મક કાર્યવાહી કરે. સમિતિએ અહેવાલમાં કહ્યું છે કે તે કાર્યવાહીથી સંતુષ્ટ નથી. તે સંપૂર્ણ પણે શાળા પ્રશાસન તરફથી આપરાધિક બેદરકારીનો મામલો છે. શાળા પ્રશાસને સમય સર આદિવાસી બાળકોનો ઉપચાર કર્યો નથી. જો એવું થયું હોત તો બાળકોના જીવ બચી શક્યા હોત.

  English summary
  Expressing shock over the death of nearly 800 children in Ashram schools in Maharashtra since 2001, a parliamentary panel has asked the Ministry of Tribal Affairs to seek a detailed report and take corrective as well as punitive action.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more