મહેશ ભટ્ટ પાસે ખંડણીની માંગણી કરનાર આરોપીની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટ ને કોઇ અજ્ઞાત વ્યક્તિ દ્વારા મર્ડરની ધમકી મળી છે. મહેશ ભટ્ટને કોઇ અજ્ઞાત વ્યક્તિએ ફોન કરી 50 લાખ રૂપિયાની માંગ કરી હતી અને માંગણી પૂરી ન થતાં તેમની પુત્રી આલિયા ભટ્ટ અને પત્ની સોની રાઝદાન ને મારવાની ધમકી આપી હતી.

મહેશ ભટ્ટને ધમકી આપનાર આ અજ્ઞાત વ્યક્તિ છે, સંદીપ સાહૂ. તેણે ડૉન બબલૂ શ્રીવાસ્તવના નામે મહેશ ભટ્ટ પાસેથી ખંડણીની માંગ કરી હતી. પોલીસે આરોપી સંદીપ સાહૂની ધરપકડ કરી છે.

alia bhatt

ઇન્ડિયા ટૂડેની ખબરો અનુસાર, આ મામલો 26 ફેબ્રુઆરીનો છે, પરંતુ ભટ્ટ ફેમિલીએ બુધવારના રોજ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલો મુંબઇ પોલીસ એન્ટિ એક્સટોર્શન સેલ(ANC) માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

આલિયા અને સોની પર અનેક રાઉન્ડના ગોળીબાર કરવાની ધમકી

ઉપલબ્ધ માહિતી અનુસાર, આ વ્યક્તિએ ફોન પર મહેશ ભટ્ટને કહ્યું હતું કે, જો તે પૈસા ના આપ્યા તો તારી દિકરી આલિયા અને પત્ની સોની પર અનેક રાઉન્ડના ગોળીબાર કરીશ. પહેલા જ્યારે મહેશ ભટ્ટને ફોન આવ્યો ત્યારે તેમને લાગ્યું કે કોઇ તેમની સાથે મજાક કરી રહ્યું છે, પરંતુ તે વ્યક્તિએ જ્યારે મહેશ ભટ્ટને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો ત્યારે મામલો ગંભીર જણાતાં તેમણે પોલીસને આ અંગે જાણ કરી.

sandeep sahu

અહીં વાંચો - ગુરમેહરના મામલે અનુપમ ખેર અને અમિતાભ બચ્ચન પણ સામે આવ્યા

કોણ છે બબલૂ શ્રીવાસ્તવ?

માફિયા ડૉન બબલૂ શ્રીવાસ્તવનું સાચું નામ છે પ્રકાશ શ્રીવાસ્તવ, તે મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાનો રહેવાસી છે. તેનો મોટો ભાઇ વિકાસ શ્રીવાસ્તવ આર્મીમાં કર્નલ છે. માફિયા બબલૂ શ્રીવાસ્તવ યૂપીની બરેલી સેન્ટ્રલ જેલમાં કેદ છે. પોલીસ આ મામતે તેની પણ પૂછપરછ કરી શકે છે.

English summary
Death threat for Mahesh Bhatt, his wife Soni Razdan and daughter Alia Bhatt; unidentified caller asks for Rs 50 lakh.
Please Wait while comments are loading...