For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝેરી દારૂ પીવાથી મરનારની સંખ્યા 77 પર પહોંચી, 175 ધરપકડ

ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાને કારણે મરનારની સંખ્યા 77 પર પહોંચી ચુકી છે. આ મામલે પોલીસે શનિવારે 175 લોકોની ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાને કારણે મરનારની સંખ્યા 77 પર પહોંચી ચુકી છે. આ મામલે પોલીસે શનિવારે 175 લોકોની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂ પીવાને કારણે મંરવાની આ સૌથી મોટી ઘટના છે. આ મામલે પોલીસે સતત અલગ અલગ જગ્યાઓ પર છાપા મારી રહી .છે પોલીસે અત્યારસુધીમાં કુલ 92697 લીટર અવેધ દારૂ જપ્ત કર્યો છે અને 297 જેટલા અલગ અલગ કેસ પણ નોંધ્યા છે.

પહેલો કેસ ગુરુવારે સામે આવ્યો

પહેલો કેસ ગુરુવારે સામે આવ્યો

ઝેરી દારૂ પીવાથી મરવાનો પહેલો કેસ ગુરુવારે સામે આવ્યો હતો. જયારે શનિવારે ઉત્તરપ્રદેશના સહેરાનપુરમાં 37 લોકો ઝેરીલો દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા જયારે કુશીનગરમાં 11 અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં 31 લોકોની મૌત થઇ હતી. બલરામપુર અને ઉત્તરાખંડ જિલ્લામાં પણ ઝેરીલો દારૂ પીવાને કારણે લોકોનો મૌત થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે યુપીના સહારનપુર અને ઉત્તરાખંડના હરિદ્વારમાં એક જ જગ્યા પર બનેલો દારૂ પીવાને કારણે લોકોની મૌત થઇ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

આ ઘટના બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે ઝેરી દારૂ ઉત્પાદકોની ધરપકડ અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે આરોપીને છોડીશુ નહીં. અમે તેના માસ્ટરમિન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. યોગી આદિત્યનાથે શંકા વ્યકત કરી કે આ ઘટના પાછળ સમાજવાદી પક્ષનો હાથ હોઈ શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પહેલાં, એસપીના નેતાઓએ આ પગલું લીધું છે. આઝમગઢ, હરદોઈ, કાનપુર, બારબંકીમાં એસપી નેતાઓનું નામ બહાર આવ્યું, જ્યારે લોકો ઝેરી દારૂ પીને મૃત્યુ પામ્યા હતા. આ રીતે આપણે આ સમયે પણ એસપી નેતાઓની ભૂમિકાને નકારી શકતા નથી.

સરકાર માટે એક મોટો પડકાર

સરકાર માટે એક મોટો પડકાર

જુલાઇ 2017 માં, ભાજપ સરકાર સત્તામાં આવ્યાના ચાર મહિના પછી અને છેલ્લા ચાર અઠવાડિયામાં, કુલ 74 લોકોની મૃત્યુ થઇ ચુકી છે. રાજ્યમાં કાચો દારૂ સરકાર માટે એક મોટો પડકાર છે. જે લોકો કાયદેસર દારૂ ખરીદવા સક્ષમ નથી, તેવા લોકો કાચો દારૂ પીવે છે. કાચા દારૂની તૈયારીમાં ખોટી પ્રક્રિયાને અનુસરવાને કારણે તે ઝેરી બની જાય છે.

English summary
Death toll rises due to hooch 175 have been arrested so far.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X