ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વેરાવળમાં યુવાનોએ મનાવી પાર્ટી તો પોલિસે પાડ્યો દરોડો.

વેરાવળમાં યુવાનોએ મનાવી પાર્ટી તો પોલિસે પાડ્યો દરોડો.

વેરાવળના એક પોશ વિસ્તારમાં પોલિસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલો સાથે સગીર યુવક યુવતીઓને પાર્ટી કરતા રંગેહાથ પકડતા સમગ્ર વિસ્તારમાં તે વાત ચર્ચાનો વિષય બની ગઇ. પોલિસે બાતમીના આધારે આ રેડ પાડી હતી. જેમાં 20 જેટલી બોટલો મળી હતી. ત્યારે ન્યૂયર પહેલા પાર્ટી કરવી વેરાવળના સગીરોને ભારે પડી હતી.

ગુજરાતની 12 બોટ અને માછીમારોને પાક. સેનાએ પકડ્યા

ગુજરાતની 12 બોટ અને માછીમારોને પાક. સેનાએ પકડ્યા

મોદીના પ્રવાસ પહેલા નવસારી અને તટીય વિસ્તાર 10 થી 12 જેટલી બોટને પાકિસ્તાની જળસીમામાં ગેરકાયદેસ પ્રવેશવાના આરોપ સર પકડવામાં આવી છે. અને 160 જેટલા માછીમારોની પાકિસ્તાન સેનાએ અટક કરાઇ હોવાની આશંકા છે. ત્યારે આ સમગ્ર ધટના 20 ડિસ્મેબર આસપાસ થઇ છે તેવું જાણવા મળ્યું છે.

હાર્દિકને છોડાવવા માટે પાટીદારો અનશન પર બેઠા

હાર્દિકને છોડાવવા માટે પાટીદારો અનશન પર બેઠા

લાલજી પટેલ જેવા પાટીદાર અનામત આંદોલનના નેતાઓ દ્વારા અનશન પર બેસવા બાદ હવે ગામે ગામ પાટીદારો અનશન પર બેસી હાર્દિક પટેલને છોડવવા માટે ઉપવાસ અને અનશન કરી રહ્યા છે. મહેસાણા, બાયડમાં પાટીદારો અનસન પર બેસીને હાર્દિક પટેલને છૂટો કરવા માટે અપીલ કરી છે.

કડકડતી ઠંડીની ઠંડુગાર બન્યુ ઉત્તર ભારત

કડકડતી ઠંડીની ઠંડુગાર બન્યુ ઉત્તર ભારત

શુક્રવારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પારો 15 ડિગ્રી થતા સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ ગયું હતું. વધુમાં અમૃતસરમાં તાપમાન -0.3 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જો રાજસ્થાનના ચુરુમાં 0.4 ડિગ્રી. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં પણ આ કારણે અત્યાર સુધીમાં 25 લોકોની મોત થઇ હોવાની ખબર મળી છે.

11 વર્ષ પહેલા આજના દિવસે આવી હતી સુનામી

11 વર્ષ પહેલા આજના દિવસે આવી હતી સુનામી

26 ડિસેમ્બર 2004ના રોજ ઇન્ડિયાનેશિયાના 9.15ની તીવ્રતાનો ભૂકંપ આવતા હિંદ મહાસાગરમાં ઉઠેલી મોટી લહેરે દક્ષિણ તટીય વિસ્તારો પર સુનામી આવી હતી. જેણે ભારે મોટી સંખ્યામાં તબાહી મચાવી હતી. અને અનેક લોકોની મોત થઇ હતી.

ભાજપે મોદીની પાક મુલાકાતની કરી વાહવાઇ

ભાજપે મોદીની પાક મુલાકાતની કરી વાહવાઇ

એક તરફ જ્યાં શિવસેનાથી લઇને કોગ્રેસ મોદી અચાનક પાક. મુલાકાતને સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહી છે ત્યાં જ બીજી તરફ ભાજપ તેમના નેતાના આ પગલાને આવકારતા કહ્યું છે કે આનાથી બન્ને દેશોના સંબંધ સુધરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X