For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા અંગે એક મહિનનાની અંદર નિર્ણયઃ શિંદે

|
Google Oneindia Gujarati News

shinde
નવી દિલ્હી, 28 ડિસેમ્બરઃ આશાઓ કરતા વિપરીત ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું છે કે એક મહિનાની અંદર અલગ તેલંગાણા રાજ્યની રચના પર નિર્ણય લેવામાં આવશે.

તમામ રાજકીય દળોની બેઠક બાદ શિંદેએ શુક્રવારે કહ્યું કે અલગ તેંલગાણા રાજ્યની રચના પર તમામ રાજકીય પાર્ટીઓની બેઠક ઘણી જ સફળ રહી. વિભિન્ન રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ તરફથી જે સૂચનો આપવામાં આવ્યા છે, તેનાથી અમે ઘણા જ સંતૃષ્ઠ થયા છીએ. હું તમને બધાને આશ્વાસન આપું છું કે એક મહિનાની અંદર આ અંગે નિર્ણય લેવામાં આવશે.

જો કે, ગૃહમંત્રીએ આ અંગે વધારે વિવરણ આપવાની માનાઇ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, વિભિન્ન પાર્ટીઓ તરફથી જે સૂચનો આવ્યા છે તે અંગે પહેલા તે કેબિનેટમાં જણાવશે.

આ સાથે જ શિંદેએ આંધ્ર પ્રદેશની જનતાને ખાસ કરીને યુવાનોને અપીલ છે કે તે શાંતિ જાળવી રાખે અને કાયદાને પોતાના હાથમાં ના લે, કારણ કે સરકાર આ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં લાગેલી છે. આ બેઠક પહેલા એવા સંકેત મળી રહ્યાં હતા કે અલગ તેલંગાણા રાજ્ય પર કોઇ સફળતાં મળી નથી. આંધ્રની સત્તાધારી કોંગ્રેસ, મુખ્ય વિપક્ષી પાર્ટી ટીડીપી અને વાઇ એસ આર કોંગ્રેસ હજુ પણ એકમત નથી અને ક્ષેત્ર આધાર પર વહેંચાયેલા છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ કોઇપણ સંજોગોમાં તેલંગાણા રાજ્યની સ્થાપનાને લઇને સતત જીદ કરી રહી છે.

English summary
The government will take a decision on the issue of carving out a separate Telangana state from Andhra Pradesh in a month, union Home Minister Sushilkumar Shinde said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X