For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AN-32 ક્રેશમાં શહીદ 13 સૈનિકોના મૃતદેહ આજે લવાશે દિલ્લી, રાજનાથ સિંહ આપશે શ્રદ્ધાંજલિ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે દિલ્લીમાં ભારતીય વાયુસેના (આઈએએફ)ના એ 13 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે જેમણે એએન-32 એએન-32ના ક્રેશમાં પોતાનો જીવ ગુમાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે દિલ્લીમાં ભારતીય વાયુસેના (આઈએએફ)ના એ 13 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે જેમણે એએન-32 એએન-32ના ક્રેશમાં પોતાનો જીવ ગુમાવી દીધો છે. ગુરુવારે આ બધા વાયુ સૈનિકોના અવશેષ અસમના જોરહાટ એરફોર્સ સ્ટેશન લાવવામાં આવ્યા. આઈએએફે ગુરુવારે માહિતી આપી હતી કે ક્રેશમાં શહીદ બધા 13 વાયુસૈનિકોના મૃતદેહ લઈ લેવામાં આવ્યા છે. ત્રણ જૂને અસમના જોરહાટથી એએન-32એ ટેક ઑફ કર્યુ હતુ. આ એરક્રાફ્ટ અરુણાચલ પ્રદેશના મેચુકામાં લેન્ડ કરવાનું હતુ. બપોરે 12 વાગીને 27 મિનિટે ટેક ઑફ કર્યા બાદ એરક્રાફ્ટ બપોરે એક વાગે રડાર પરથી ગાયબ થઈ ગયુ હતુ. આનો એટીએસીથી સંપર્ક તૂટી ગયો અને તેના ગાયબ થવાના સમાચાર આવ્યા.

AN-32

17 દિવસ બાદ મળ્યા મૃતદેહ

જોરહાટા એરફોર્સ સ્ટેશન પર મોડી સાંજે વાયુસૈનિકોના મૃતદેહ પહોંચ્યા. અહીં ઈસ્ટર્ન એર કમાંડના એર ઓફિસર કમાંડિંગ-ઈન-ચીફ (એઓસી) એર માર્શલ આરડી માથુરે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. 11 જૂને એરક્રાફ્ટનો કાટમાળ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આવતા નોર્થ લિપોમાં મળ્યુ હતુ. કાટમાળ સમુદ્ર તળેથી 12,000 ફૂટની ઉંચાઈ પર મળ્યુ હતુ. એરફોર્સે કરેલા મોટાપાયે ચલાવાયેલા સર્ચ ઑપરેશન બાદ ગુરુવારે એટલે કે 20 જૂને ક્રેશમાં માર્યા ગયેલા વાયુસૈનિકોના મૃતદેહ મળી શક્યા. હવામાનના લીધે સર્ચ ઑપરેશનમાં મોટી બાધા આવી અને આના કારણે મૃતદેહો મેળવવામાં આટલો સમય લાગી ગયો.

15 જૂને એરફોર્સ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે એરફોર્સની 17 રેસ્ક્યુ ટીમ, આર્મી સ્પેશિયલ ફોર્સ અને સ્થાનિક નાગરિક ક્રેશ સાઈટ પર હાજર રહ્યા. વાદળ છવાયેલા રહેવાના કારણે રેસ્ક્યુ ઑપરેશનમાં ખૂબ મુશ્કેલીઓ આવી. ક્રેશમાં જે સૈનિક શહીદ થયા છે તેમના નામ છે - વિંગ કમાંડર જીએમ ચાર્લ્સ, સ્ક્વૉડ્રન લીડર આર થાપા, ફ્લાઈટ લેફ્ટેનન્ટ આશીષ તંવર, ફ્લાઈટ લેફ્ટેનન્ટ એસ મોહંતી, ફ્લાઈટ લેફ્ટેનન્ટ મોહિત ગર્ગ, વોરન્ટ ઓફિસર કે કે મિશ્રા, સાર્જન્ટ અનૂપ કુમાર, કોર્પોરલ શેરિન, લીડિંગ એરક્રાફ્ટ મેન (એલએસી) પંકડ એલએસી એસ કે સિંહ અને એનસી રાજેશ કુમાર અને પુતાલીનું પણ મૃત્યુ થઈ ગયુ છે.

આ પણ વાંચોઃ આપત્તિજનક સ્થિતિમાં કપલ મળતા ભીડે હુમલો કર્યો, નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવ્યાઆ પણ વાંચોઃ આપત્તિજનક સ્થિતિમાં કપલ મળતા ભીડે હુમલો કર્યો, નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવ્યા

English summary
Defence Minister Rajnath Singh to pay tribute to 13 IAF warriors who lost life in AN-32 crash in Arunachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X