For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણવીર બનાવટી એકાઉન્ટ કેસ: 17 પોલીસવાળા દોષિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

fake-encounter
નવી દિલ્હી, 6 જૂન: દહેરાદુનમાં પાંચ વર્ષ પહેલાં થયેલા બનાવટી એકાઉન્ટર કેસમાં સીબીઆઇ કોર્ટે 18માંથી 17 પોલીસવાળાઓને દોષિત ગણાવ્યા છે. પહેલીવાર કોર્ટે આટલી મોટી સંખ્યામાં પોલીસવાળાને કોઇ બનાવટી એન્કાઉન્ટર કેસમાં દોષી ગણ્યા છે. 17 પોલીસવાળાઓ પર આપરાધિક કાવતરું, હત્યાના આરોપી અને એક પર સબૂત નષ્ટ કરવાનો આરોપ છે. સીબીઆઇએ આ કેસની તપાસ કરી અને જાણવા મળ્યું કે એન્કાઉન્ટર બનાવટી હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ પોલીસે 3 જુલાઇ 2009ને સમજી વિચારેલા કાવતરા હેઠળ રણવીર નામના એક એમબીએના વિદ્યાર્થીઓને પહેલાં જોરદાર મારપીટ અને પછી જંગલમાં લઇ જઇ તેનું એન્કાઉન્ટર કરી દિધું. કેસની તપાસ સીબીઆઇએ કરી અને ઘરવાળાઓની માંગ પર સુપ્રીમ કોર્ટે 2011માં આ કેસને દિલ્હી ટ્રાંસફર કરી દિધો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન તેને 25 ગોળીઓ મારવામાં આવી.

ઉત્તરાખંડ પોલીસે દાવો કર્યો હતો કે રણવીર ઉત્તરાખંડ પ્રવાસ પર પહોંચી તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની સુરક્ષામાં સેંધ લગાવવાની ફિરાકમાં હતો, ત્યારે પોલીસે તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પરંતુ રવીન્દ્ર પાલને વિશ્વાસ હતો કે એમબીએનો અભ્યાસ કરી રહેલો તેમનો પુત્ર આવું કરી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા પિતાએ દાવા પર મોહર લગાવી દિધી.

આ કેસમાં તપાસ બાદ સીબીઆઇએ 18 પોલીસવાળાઓએ બનાવટી એન્કાઉન્ટરનો આરોપી બનાવ્યો, તેમાં 2 ઇન્સ્પેક્ટર, 4 સબ ઇન્સ્પેક્ટર અને 12 કોન્સ્ટેબલ સામેલ છે. કેસની સુનાવણી 2 વર્ષ સુધી ઉત્તરાખંડમાં જ ચાલતી રહી, પરંતુ તપાસ કોઇ પરિણામ સુધી પહોંચી શકી નહી. આ જોઇ રણવીરના પિતાએ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાઇ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દિલ્હી ટ્રાંસફર કરી દિધી.

English summary
In the biggest ever conviction of police personnel in a fake encounter case, a Central Bureau of Investigation (CBI) court in New Delhi found 17 Uttarakhand policemen guilty of killing a young man.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X