For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની અટકાયતને પગલે દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો

|
Google Oneindia Gujarati News

રાધનપુર/નવી દિલ્હી, 5 માર્ચ: આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલની ગુજરાતના રાધનપુરમાં રોડ શો દરમિયાન અટકાયતમાં લેવાથી તેમના સમર્થકો ખૂબ જ રોષે ભરાયા હતા, અને બુધવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલની અટકાયતને ભાજપ અને ગુજરાતની મોદી સરકારને જવાબદાર ગણાવે છે.

અત્રે નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલને બુધવારે ગુજરાત પોલીસે પાટણના રાધપુરમાં રોકી લીધા હતા અને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જોકે પોલીસે કેજરીવાલની ધરપકડ કરી હોવાનો ઇનકાર કર્યો છે.

ભારતીય જનતા પાર્ટી ઓફિસની બહાર ભાજપ કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જોરદાર મારામારી અને પત્થરબાજી થઇ. આપ કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર ભાજપના કાર્યાલયની અંદરથી પત્થર, લોઢાના સળીયા, ટામેટા, ચપ્પલ, વગેરે ફેંકવામાં આવ્યા. જ્યારે આપ કાર્યકર્તાઓને વિખેરવા માટે વોટર કેનનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓ એટલાં ગુસ્સામાં હતા કે તેઓ ભાજપ કાર્યાલયની બહાર ઉભેલી પોલીસની જિપ્સિઓ પર ચડી ગયા. કાર્યકર્તાઓનું નેતૃત્વ આપ નેતા આશુતોષ અને શાજિયા ઇલ્મી કરી રહ્યા હતા.

આ પહેલા કેજરીવાલને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા બાદ થયેલી આ બબાલ પર ગુજરાત પોલીસનું કહેવું છે કે કેજરીવાલના કાફલાથી ટ્રાફિક જામ થઇ રહ્યો હતો. માટે અમે તેમને પોલીસ સ્ટેશનમાં અડધા કલાક માટે બેસાડ્યા. આપ પાર્ટીના પ્રવક્તા આશુતોષનું આ અંગે કહેવું છે કે 'કેજરીવાલને ગુજરાતમાં ડરાવવાની કોશિશ કરવામાં આવી. આશુતોષે જણાવ્યું કે કેજરીવાલથી મોદી ડરી ગયા છે.'

દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો

દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો

આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલની ગુજરાતના રાધનપુરમાં રોડ શો દરમિયાન અટકાયતમાં લેવાથી તેમના સમર્થકો ખૂબ જ રોષે ભરાયા હતા, અને બુધવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલની અટકાયતને ભાજપ અને ગુજરાતની મોદી સરકારને જવાબદાર ગણાવે છે.

દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો

ગુજરાતમાં કેજરીવાલની અટકાયતને પગલે દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો.

દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો

ગુજરાતમાં કેજરીવાલની અટકાયતને પગલે દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો.

આશુતોષે શું કહ્યું...

આપ પાર્ટીના પ્રવક્તા આશુતોષનું આ અંગે કહેવું છે કે 'કેજરીવાલને ગુજરાતમાં ડરાવવાની કોશિશ કરવામાં આવી. આશુતોષે જણાવ્યું કે કેજરીવાલથી મોદી ડરી ગયા છે.'

દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો

ગુજરાતમાં કેજરીવાલની અટકાયતને પગલે દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો.

દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો

ગુજરાતમાં કેજરીવાલની અટકાયતને પગલે દિલ્હીમાં BJP-AAP વચ્ચે પત્થરમારો, જુઓ વીડિયો.

English summary
There is high drama in the national capital with Aam Aadmi Party workers protesting outside the BJP office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X