For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Acid Attack: એસિડના છૂટક વેચાણ પર રોક લગાવવાને લઈને DCWએ ગૃહ વિભાગને મોકલી નોટિસ, માંગ્યો રિપોર્ટ

દિલ્લી મહિલા પંચે પણ દિલ્લી સરકારના ગૃહ વિભાગને નોટિસ મોકલીને એસિડના છૂટક વેચાણ પર રોક લગાવવા અંગે રિપોર્ટ માંગ્યો છે.

|
Google Oneindia Gujarati News

Delhi Acid Attack: દિલ્લીના દ્વારકામાં આજે સવારે સ્કૂલે જતી એક 17 વર્ષીય છાત્રા પર એસિડ હુમલાની ઘટનાએ સહુ કોઈને હચમચાવી દીધા હતા. દિલ્લી મહિલા પંચે પણ દિલ્લી સરકારના ગૃહ વિભાગને નોટિસ મોકલીને એસિડના છૂટક વેચાણ પર રોક લગાવવા અંગે રિપોર્ટ માંગ્યો છે. આ પહેલા ઉપરાજ્યપાલે આ મામલે સંજ્ઞાન લઈને પોલીસ કમિશ્નરને તપાસના આદેશ આપી દીધા છે.

delhi acid attack

તમને જણાવી દઈએ કે બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે યુવતી તેની બહેન સાથે સ્કૂલે જઈ રહી હતી. આ દરમિયાન ત્યાં આવેલા બે બાઇક સવારોએ તેના મોઢા પર એસિડ ફેંક્યુ હતુ. જોકે, પોલીસને સવારે 9 વાગે ઘટનાની માહિતી મળી હતી. એસિડ ફેંકવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના નિવેદનના આધારે પોલીસે અગાઉ એક આરોપીને કસ્ટડીમાં લીધો હતો.

કિશોરીની બહેને જણાવ્યુ કે હું અને મારી બહેન સવારે શાળાએ જઈ રહ્યા હતા. અચાનક મે તેની ચીસો સાંભળી. તેનો ચહેરો જોઈને હું ગભરાઈ ગઈ અને મારા પિતાને ફોન કર્યો. આ પછી તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. બાઇક પર નંબર પ્લેટ ન હતી. તે બંનેને જાણે છે. મારા પિતા પણ તેમને ઓળખે છે. તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એસિડ એટેક પીડિત યુવતીને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે તેની હાલત નાજુક છે. યુવતીએ આ ઘટનાને અંજામ આપવા માટે તેની ઓળખના બે લોકો પર શંકા વ્યક્ત કરી છે. બાળકીના પિતાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે એસિડ પુત્રીની બંને આંખોમાં ઘૂસી ગયો હતો. ઘટના સમયે યુવતીની નાની બહેન પણ ત્યાં હાજર હતી. જ્યારે આરોપીએ યુવતી પર એસિડ રેડ્યુ તો નાની બહેન ગભરાઈ ગઈ. તે તાત્કાલિક ઘરે દોડી ગઈ હતી અને પરિવારને ઘટનાની જાણ કરી હતી. ઘટના અંગે માહિતી આપતાં દ્વારકાના ડીસીપીએ જણાવ્યુ કે બાળકીનો ચહેરો 8 ટકા દાઝી ગયો છે. હાલ 3ની ધરપકડ કરવામાં આવી છે.

English summary
Delhi Acid Attack: Notice issues by DCW to home department and ask a report ban on retail sale
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X