દિલ્લી ચૂંટણીઃ પરિવાર સાથે મત આપવા પહોંચી તાપસી કહ્યુ, શું તમે મત આપ્યો?
દરમિયાન બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ પણ પોતાનો મત આપ્યો છે.
દિલ્લીમાં વિધાનસભીની 70 સીટો પર મતદાન ચાલુ છે. આ દરમિયાન બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ પણ પોતાનો મત આપ્યો છે. તે પરિવાર સાથે મત આપવા પહોંચી. તેણે પરિવાર સાથે મત આપ્યાના ફોટા પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે. આ ફોટામાં તાપસી સાથે તેના માતાપિતા અને બહેન દેખાઈ રહ્યા છે.

તાપસીએ ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યુ છે, પન્ની પરિવારે મત આપ્યો છે, શું તમે પણ મત આપ્યો? તેણે પોતાના આ કેપ્શનથી દિલ્લીના બાકીના લોકોને મત આપવાની અપીલ કરી છે. તાપસી મત આપવા માટે એક દિવસ પહેલા જ પોતાની મા સાથે દિલ્લી આવી ગઈ છે. તેણે પોતાની મા સાથે ફ્લાઈટમાં બેઠલો ફોટો શેર કરીને લખ્યુ હતુ, 'કામમાંથી એક નાનો બ્રેક, જેથી મત પાક્કો કરી શકુ.'
‘Pannu Parivaar’ has voted.
— taapsee pannu (@taapsee) February 8, 2020
Have you ?#VoteDelhi #EveryVoteCounts pic.twitter.com/LdynINfI0P
વર્કફ્રંટની વાત કરીએ તો તાપસી પન્નૂની આવનારી ફિલ્મ થપ્પડનુ ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. મહિલા કેન્દ્રિત આ ફિલ્મ થપ્પડથી શરૂ થતી ઘરેલુ હિંસા પર આધારિત છે. આ ફિલ્મમાં તાપસી પોતાના પતિ દ્વારા મરાયેલા એક થપ્પડનો વિરોધ કરતી દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે પવૈલ ગુલાટી જોવા મળશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
