For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલઃ પહેલી વાર કોઈ CM કહી રહ્યા છે કે જો અમે કામ ન કર્યુ હોય તો મત ના આપતા

દિલ્લી વિધાનસભા માટે તારીખોનુ એલાન થયા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે બધા માટે કામ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા માટે તારીખોનુ એલાન થયા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે બધા માટે કામ કર્યુ છે. અમને પોતાના કામ પર વિશ્વાસ છે કે લોકો અમને અમારા કામ માટે મત આપશે. આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે કહ્યુ, અમે ચૂંટણી માટે સકારાત્મક છે. જો અમે કામ કર્યુ હશે તો મત મળશે. પહેલી વાર કોઈ સીએમ કહી રહ્યા છે કે જો અમે કામ ન કર્યુ હોય તો મત ના આપતા.

ચૂંટણીની તારીખોનુ એલાન

ચૂંટણીની તારીખોનુ એલાન

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે આજે બપોરે જ દિલ્લી વિધાનનસભા ચૂંટણી તારીખોનુ એલાન કર્યુ છે. 8 ફેબ્રુઆરીના રોજ રાજધાની દિલ્લીની 70 સીટો પર મતદાન યોજાશે. દિલ્લીની બધી 70 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી થશે. પરિણામોનુ એલાન 11 ફેબ્રુઆરીના રોજ થશે. દિલ્લીમાં 2015માં થયેલી ચૂટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતીને સરકાર બનાવી હતી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપને આ ચૂંટણીમાં 3 સીટો પર જીત મળી હતી. વળી, કોંગ્રેસને એક પણ સીટ મળી શકી નહોતી.

કેજરીવાલે કર્યુ હતુ આ ટ્વિટ

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણીની તારીખોના એલાન બાદ ટ્વિટ કરીને કહ્યુ, આ ચૂંટણી કામ પર થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણ વિશે ટ્વિટ કરીને કહ્યુ હતુ, મે ગૃહમંત્રી શ્રી અમિત શાહજીનુ આખુ ભાષણ સાંભળ્યુ. મને લાગ્યુ એ અમારા કામની ખામીઓ બતાવશે અને દિલ્લીના વિકાસની વાતો કરશે પરંતુ તેમણે મને ગાળો દેવા સિવાય કંઈ કહ્યુ નહિ. દિલ્લી માટે તેમની પાસે સૂચન હોય તો જણાવે, અમે સારા સૂચનો આગામી 5 વર્ષમાં લાગુ કરીશુ.

આ પણ વાંચોઃ જાણો કોણ છે JNU છાત્રસંઘ અધ્યક્ષ આઈશી ઘોષ, જેણે જણાવી બુકાનીધારીઓની તાંડવની કહાનીઆ પણ વાંચોઃ જાણો કોણ છે JNU છાત્રસંઘ અધ્યક્ષ આઈશી ઘોષ, જેણે જણાવી બુકાનીધારીઓની તાંડવની કહાની

આ વખતે વોટર સ્લિપ પર હશે ક્યુઆર કોડ

આ વખતે વોટર સ્લિપ પર હશે ક્યુઆર કોડ

તમને જણાવી દઈએ કે આ વખતે દિલ્લીની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ એક નવી ટેકનિકનો ઉપયોગ કરવા જઈ રહી છે. વાસ્તવમાં વોટર સ્લિપ પર આ વખતે ક્યુઆર કોડ પણ રહેશે જેનાથી પહેલાની અપેક્ષાએ મતદારોની ઓળખ ઝડપથી અને સરળતાથી થઈ શકશે. ચૂંટણી પંચના અધિકારીઓએ આ વિશે માહિતી આપતા જણાવ્યુ કે દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે વોટર સ્લિપ પર ક્યુઆર કોડની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ, દિલ્લી એવુ પહેલુ રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્ય હશે જ્યાં દેશમાં પહેલી વાર દરેક મતદાન કેન્દ્રની અંદર એક બુથ એપનો ઉપયોગ કરવામાં આવશે. આ લેટેસ્ટ ટેકનિક દ્વારા મતદારોની વોટર સ્લિપમાં ક્યુઆર કોડનો ઉપયોગ કરવાથી ચૂંટણી પ્રક્રિયામાં ઘણી ઝડપ આવશે.

English summary
delhi assembly elections 2020 AAP Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X