For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોડ શોના કારણે નામાંકન ન ભરી શક્યા કેજરીવાલ, બંધ થઈ ગયુ કાર્યાલય

અરવિંદ કેજલીવાલ શનિવાર (20 જાન્યુઆરી)ના રોજ પોતાનુ નામાંકન ભરી શક્યા નહિ.

|
Google Oneindia Gujarati News

અરવિંદ કેજલીવાલ શનિવાર (20 જાન્યુઆરી)ના રોજ પોતાનુ નામાંકન ભરી શક્યા નહિ. આપ સંયોજક અરવિંદ કેજરીવાલને નામાંકન માટે 3 વાગ્યા સુધી એસડીએમ કાર્યાલય પહોંચવાનુ હતુ. રોડ શો કરીને નામાંકન માટે જઈ રહેલા કેજરીવાલ સમય પર પહોંચી શક્યા નહિ. હવે કાલે (મંગળવારે) કેજરીવાલ પોતાનુ નામાંકન ભરશે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્લી વિધાનસભા સીટથી આપના ઉમેદવાર છે.

arvind kejriwal

અરવિંદ કેજરીવાલે નામાંકન ન ભરી શકવા પર કહ્યુ, મારે જે બપોરે 3 વાગ્યા સુધી પોતાનુ નામાંકન ભરવાનુ હતુ પરંતુ બપોરે 3 વાગ્યા સુધી કાર્યાલય બંધ કરી દેવામાં આવ્યુ. હું રોડ શોમાં સાથે આવેલા લોકોને પણ છોડી નહોતો શકતો. હવે હું કાલે નામાંકન ભરવા જઈશ.

કેજરીવાલે રવિવારે જ રોડ શો સાથે નામાંકન કરવાનુ એલાન કર્યુ હતુ. તેમણે કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ રોડ શોમાં શામેલ થવાની અપીલ કરી હતી. સોમવારે પાર્ટીના મોટા નેતાઓ અને પોતાના પરિવાર સાથે કેજરીવાલે પહેલા વાલ્કિ મંદિરમાં પૂજા કરી પછી રોજ શો શરૂ કર્યો. વાલ્મીકિ મંદિર માર્ગથી કનૉટ પ્લેસ આઉટર સર્કલ થઈને રોડ શો કાઢીને જ્યાં સુધી કેજરીવાલ નામાંકન ભરવા પહોંચ્યા ત્યાં એસડીએમ કાર્યાલય બંધ થઈ ગયુ.

અરવિંદ કેજરીવાલ હવે 21 જાન્યુઆરીએ નામાંકન ભરશે. 21 જાન્યુઆરીએ નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. અરવિંદ કેજરીવાલ છેલ્લી બે વખતથી નવી દિલ્લી વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 2013માં તેમણે આ સીટ પર તત્કાલીન સીએમ, કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિતને હરાવ્યા હતા. 2015ની ચૂંટણીમાં કેજરીવાલે કોંગ્રેસના કદાવર નેતા કિરણ વાલિયાને મોટા અંતરથી હરાવ્યા હતા.

દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020 માટે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. 11 ફેબ્રુઆરીના પરિણામોનુ એલાન કરવામાં આવશે. ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી હતી. 70માંથી 67 સીટો એ ચૂંટણીમાં આપે જીતી હતી. ભાજપને ત્રણ સીટો મળી હતી. અન્ય કોઈ પાર્ટી પોતાનુ ખાતુ ખોલી શકી નહોતી.

આ પણ વાંચોઃ દિલ્લી પરિવહન વિભાગમાં આગ લાગતા કુમાર વિશ્વાસ બોલ્યાઃ પુરાવા બળવા લાગ્યા છેઆ પણ વાંચોઃ દિલ્લી પરિવહન વિભાગમાં આગ લાગતા કુમાર વિશ્વાસ બોલ્યાઃ પુરાવા બળવા લાગ્યા છે

English summary
delhi assembly elections 2020 cm arvind kejriwal file nomination 21 january
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X