For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી વિધાનસભા ચૂંટણી: જાણો કોણ કઇ પાર્ટીમાં થયું સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. જેની તારીખોની જાહેરાત પણ થઇ ગઇ છે, આ ચૂટણી આવતા મહીને યોજાવાની છે અને દિલ્હીમાં આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ પાર્ટીમાંથી પેલી પાર્ટીમાં અને પેલી પાર્ટીમાંથી આ પાર્ટીમાં કૂદકા મારવાનો દોર પણ શરૂ થઇ ગયો છે.

પૂર્વ આઇએએસ ઓફિસર કિરણ બેદી ભાજપમાં જોડાયા તો ચૂંટણી હલચલ વધું તેજ બની ગઇ. જ્યારે કોંગ્રેસે કિરણ વાલિયાને નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલને મેદાનમાં ઉતાર્યા છે. સ્વાભાવિક છે કે આની વચ્ચે તમામ રાજનૈતિક થમપછાડા ચાલતા રહેશે. તમામ સમાચારોની વચ્ચે આ પેજ પર આપ વાંચી શકશો કે કઇ પાર્ટીના નેતાએ પોતાની પાર્ટી છોડીને કઇ પાર્ટીમાં જોડાયા છે, અથવા તો કોણે રાજનીતિમાં ઝંપલાવ્યું છે...

kiran bedi
કિરણ બેદી: કિરણ બેદીએ ભારતીય જનતા પાર્ટી જોઇન કરીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. મીડિયામાં એવી હવા પણ છે કે ભાજપ કિરણ બેદીને કેજરીવાલની સામે ઊભા રાખે, એ પણ મુખ્યમંત્રીના દાવેદાર બનાવીને. જોકે આ અંગેના સવાલમાં કિરણ બેદીએ જણાવ્યું કે આ અંગેનો નિર્ણય તો પાર્ટી કરશે. હું તો કાર્યકર્તા તરીકે દેશની સેવા કરવા માટે પક્ષમાં જોડાઇ છું.

શાજિયા ઇલમી: અત્યાર સુધીના સમાચાર અનુસાર શાજિયા ઇલમી સાંજ સુધીમાં ભાજપમાં જોડાઇ જશે. શાઝિયા ઇલમી હાલમાં કોઇ પણ પાર્ટીમાં નથી, તેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા.

જયાપ્રદા: એવા સમાચાર વહેતા થયા છે કે ફિલ્મ અભિનેત્રી અને રાષ્ટ્રીય લોકમંચના નેતા જયાપ્રદા ભાજપામાં સામેલ થઇ શકે છે.

English summary
The Delhi Assembly Elections is the most trending topic right now. So here is the list who is jumping and joining which party, whether it is BJP, Congress or AAP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X