દિલ્હીઃ પોલીસ-વકીલ વચ્ચેની મારપીટમાં કેટલાય ઘાયલ, FIR નોંધાઈ

દિલ્હીઃ પોલીસ-વકીલ વચ્ચેની મારપીટમાં કેટલાય ઘાયલ, FIR નોંધાઈ

નવી દિલ્હીઃ જ્યારે કાનૂનની રક્ષા કરનાર જ કાનૂન તોડવા પર આવી જાય તો હાલાતનો અંદાજો લગાવવો મુશ્કેલ થઈ જાય છે. દિલ્હીની તીસ હજારી કોર્ટમાં શનિવારે જેવી રીતે પોલીસ અને વકીલો વચ્ચે બબાલ થઈ છે, જેમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ પોલીસ અને વકીલ બંને તરફથી એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે કલમ 353, 427, 307 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. શનિવારે બંને પક્ષો વચ્ચે થયેલ બબાલમાં સ્ટેશન હાઉસ ઑફિસર રાજીવ ભારદ્વાજ ઘાયલ થઈ ગયા છે. તેમના માથે ટાકા લગાવવાાં આવ્યા છે.

delhi

જણાવી દઈએ કે શનિવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘમાસાણ મચ્યું હતું, જેમનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વકીલોનું ઝુંડ બે પોલીસવાળાને તીસ હજારી કોર્ટના લોકઅપમાં ખરાબ રીતે પીટી રહ્યા છે. પોલીસવાળાને વકીલોના બેલ્ટ, લાતો, મૂકકાથી એટલા માર્યા કે ઘટના સ્થળે જ પોલીસવાળા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જ્યારે લૉકઅપની બહાર પોલીસવાળા અને વકીલો વચ્ચે ભારે મારપીટ જોવા મળી શકે છે. તમામ પોલીસવાળા એકઠા થઈ વકીલોને મારતાં અંદર લઈ જાય છે.

જણાવી દઈએ કે તી હજારી કોર્ટની બહાર પાર્કિંગને લઈ પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ થયો હતો, આ વિવાદ એટલો વધી ગયો કે બંને જ પક્ષ વચ્ચે મારપીટ થવા લાગી. એક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પોલીસવાળા વકીલોને લોકઅપમાં લઈ જાય છે અને તેમને ખરાબ રીતે મારે છે. વકીલોએ આરોપ લગાવ્યો કે પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી. વકીલોનો દાવો છે કે પોલીસની ગોળીબારીમાં એક વકીલ પણ ઘાયલ થઈ ગયો છે, જો કે પોલીસનું કહેવું છે કે તેમના તરફથી ગોળી ચલાવાઈ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X