Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્લીમાં કોરોના પર 'ગુડ ન્યૂઝ', બીજી લહેરમાં પહેલી વાર 24 કલાકમાં સામે આવ્યા 900 કેસ

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના આંકડામાં સતત ઘટાડો ચાલુ છે.

નવી દિલ્લીઃ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના આંકડામાં સતત ઘટાડો ચાલુ છે. દિલ્લીમાં શનિવારે (29 મે)એ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ 900 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં આ પહેલી વાર છે જ્યારે દિલ્લીમાં એક હજારથી ઓછા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે જેમ-જેમ દિલ્લીમાં કેસ ઘટતા જશે અમે વધુ અનલૉક કરીશુ. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આ નિવેદન છત્રસાલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનનુ ઉદઘાટન કર્યા બાદ આપ્યુ. આ સમારંભમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા.

covid

28 મેના રોજ દિલ્લીમાં કોરોનાના કેટલા નવા કેસ આવ્યા સામે

શુક્રવારે(28 મે)ના રોજ દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા હતા અને 139 લોકોના મોત થયા હતા. વળી, 2799 લોકો 24 કલાકમાં રિકવર થયા હતા. દિલ્લીમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 14,581 છે. દિલ્લીમાં કોરોનાથી અત્યાર સુધી 23,951 લોકોના મોત થઈ ચૂક્યા છે.

દિલ્લીમાં હાલમાં કોવિડ-19 પૉઝિટિવિટી રેટ 7.46 ટકા છે અને મૃત્યુદર 1.68 ટકા છે. 28 મે સુધીના રિપોર્ટ મુજબ દિલ્લી એક દિવસમાં કુલ 39,173 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. જેમાંથી 33,729 લોકોને પહેલો ડોઝ અને 5444 લોકોને બીજો ડોઝ લાગ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X