For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાતી મહારાજના આશ્રમ પર દરોડા, છોકરીએ કહ્યું કે અહીં કર્યો હતો રેપ

યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ફરાર ચાલી રહેલા દાતી મહારાજની શોધમાં દિલ્હી પોલીસે રાજસ્થાનની ઘણી જગ્યા પર છાપામારી કરી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ફરાર ચાલી રહેલા દાતી મહારાજની શોધમાં દિલ્હી પોલીસે રાજસ્થાનની ઘણી જગ્યા પર છાપામારી કરી. પોલીસે દાતી મહારાજના પાલી સ્થિત આશ્રમમાં પણ શોધ કરી, પરંતુ તેઓ ત્યાં પણ મળ્યા નહીં. આશ્રમમાં દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચ ટીમે 3 કલાક સુધી શોધ કરી. ક્રાઇમ બ્રાન્ચ ટીમ આરોપી બાબા વિરુદ્ધ પુરાવા ભેગા કરવા માટે સોજત પોલીસ ચોકી પણ ગયી. એટલું જ નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ટીમે પીડિતા અને તેના પિતા સાથે પણ મુલાકાત કરી.

પીડીતાએ આશ્રમમાં જગ્યાની ઓળખ કરી

પીડીતાએ આશ્રમમાં જગ્યાની ઓળખ કરી

પાલી સ્થિત સોજત રોડ પર દાતી મહારાજનો આશ્રમ આવેલો છે. અહીં પોલીસે કેટલાક કલાકો સુધી શોધ કરી અને કેટલાક સાક્ષી પણ ભેગા કર્યા. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ સાથે પીડિતા પણ હતી. પીડિતા ઘ્વારા આશ્રમમાં તે જગ્યાની ઓળખ કરી લેવામાં આવી જ્યાં બે વર્ષ પહેલા તેનો બળાત્કાર થયો હતો. પોલીસે આશ્રમમાં લગભગ 4 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું. છાપામારી દરમિયાન પોલીસે આશ્રમમાં હાજર સેવાદારોની પણ પુછપરછ કરી.

આશ્રમમાં 100 જેટલી બાળકીઓ મળી

આશ્રમમાં 100 જેટલી બાળકીઓ મળી

સર્ચ ઓપરેશન દરમિયાન આશ્રમમાં 6 શંકાસ્પદ રૂમ મળ્યા. આ રૂમમાંથી પોલીસે કેટલાક સામાન પણ જપ્ત કર્યો. શોધખોળ દરમિયાન આશ્રમમાં ફક્ત 100 બાળકીઓ મળી. જયારે દાતી મહારાજ તરફ થી આશ્રમમાં 800 બાળકીઓ હોવાનો દાવો કરવામાં આવતો હતો. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પોલીસને બધી જ માહિતી આપી દીધી છે અને તેઓ જાંચમાં સહયોગ પણ કરી રહી છે. તેમને ફક્ત ન્યાય જોઈએ છે.

દાતી મહારાજ વિરુદ્ધ ફરિયાદ બાદ કદાચ જીવતી પણ ન રહું પણ...

દાતી મહારાજ વિરુદ્ધ ફરિયાદ બાદ કદાચ જીવતી પણ ન રહું પણ...

પોતાની આપવીતી કહેતાં પીડિતાએ જણાવ્યું કે કેવી રીતે દાતી મહારાજ અને તેના સહયોગીઓએ યૌન શોષણ કર્યું. એણે જણાવ્યું કે આજે હું એની વિરુદ્ધ ફરિયાદ કરી રહી છું. બાદમાં હું જીવતી રહીશ પણ ખરી કે નહીં તે ક્યાલ નથી, પરંતુ બીજી કોઈ છોકરીઓની જીંદગી બરબાદ નહીં થાય. પીડિતાએ કહ્યું કે લાંબા સમયથી મરી મરીને જીવી રહી હતી.

સેવક કહેતી બાબા સમુદ્ર છે અને આપણે માછલીઓ

સેવક કહેતી બાબા સમુદ્ર છે અને આપણે માછલીઓ

દૈનિક ભાસ્કરમાં છપાયેલ એક અહેવાલ મુજબ પીડિતાએ જણાવ્યું કે 9 ફેબ્રુઆરી 2016ના રોજ દાતી મહારાજની સેવાદાર શ્રદ્ધા મને અસોલા સ્થિત શનિ ધામ આશ્રમમાં ચરણ સેવા માટે મહારાજ પાસે લઈ ગઈ. અંધેરી ગુફા જેવા રૂમમાં સફેદ કપડાં પહેરાવી મને મોકલવામાં આવી હતી. શ્રદ્ધા ઉર્ફ નીતૂ હંમેશા કહેતી કે આનાથી તને મોક્ષ પ્રાપ્ત થશે. આ પણ સેવા જ છે. તું બાબાની છે અને બાબા તારા. તું કંઈ નવું કામ નથી કરી રહી, બધા કરતા જ આવ્યા છે. કાલે અમારો વારો હતો, આજે તારો વારો છે અને આવતી કાલે ખબર નહીં કોનો વારો હશે. બાબા સમુદ્ર છે અને આપણે બધા એની માછલીઓ. આને કરજો સમજીને ચૂકવી દો.

દાતી મહારાજે કહ્યું હું તારો પ્રભુ છું, બધી વાસના ખતમ કરી દઈશ

દાતી મહારાજે કહ્યું હું તારો પ્રભુ છું, બધી વાસના ખતમ કરી દઈશ

પીડિતાએ જણાવ્યું કે રૂમમાં ગયા બાદ દાતીએ કહ્યું કે, "આમ-તેમ કેમ ભટકવું? હું તારો પ્રભુ છું. હું બધી વાસના ખતમ કરી દઈશ. બાદમાં બાબાના સહયોગીએ વારાફરતી મારા પર દુષ્કર્મ આચર્યો." પીડિતાએ જણાવ્યું કે માર્ચ 2016માં રાજસ્થાન સ્થિત ગુરુકુળ પાલી જિલ્લામાં ફરી રેપ કરવામાં આવ્યો હતો. અને દાતીના સહયોગી અનીલે પણ તે સમયે દુષ્કર્મ આચર્યો હતો.

English summary
Delhi crime branch raided the ashram of Daati Maharaj, accused of raping in Aalawas of Pali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X