દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, 6.1ની રહી તીવ્રતા
Delhi Earthquake: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર ફૈઝાબાદ, અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે.
ગુરુવારના રોજ દિલ્હી NCRમાં ભૂકંપના કારણે ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. લોકોએ લાંબા સમય સુધી ભૂકંપનો જોરદાર આંચકો અનુભવ્યો હતો. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા અને ખુલ્લી જગ્યાઓ પર દોડી ગયા હતા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી.

ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. હિંદુકુશ ક્ષેત્રમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. દિલ્હી એનસીઆર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પણ ભૂકંપના આ તીવ્ર આંચકા અનુભવાયા છે.
પાકિસ્તાન સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા - નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ બપોરે 2.50 કલાકે આવ્યો હતો. ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સિવાય પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર લાહોર, ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
એક દિવસ પહેલા આવ્યો હતો આંદામાનમાં ભૂકંપ - આ પહેલા 10 જાન્યુઆરીના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 7.53 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
