Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્લીની જનતાએ ભાજપ અને અમિત શાહને લગાવ્યો કરન્ટઃ અમાનતુલ્લાહ ખાન

જીતથી ઉત્સાહિત આપના અમાનતુલ્લાહ ખાને ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે.

દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી લગભગ પૂરી થઈ ચૂકી છે અને પરિણામો પણ આવવા શરૂ થઈ ગયા છે. દિલ્લીના ઓખલા વિધાનસભા વિસ્તારથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને બંપર જીત મેળવી છે. અમાનતુલ્લાહને કુલ 44384 મત મળ્યા છે. વળી, આ સીટથી અમાનતુલ્લાહ સામે ભારતીય જનતા પાર્ટીએ બ્રહ્મ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. જીતથી ઉત્સાહિત અમાનતુલ્લાહ ખાને ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે.

Amanatullah Khan

દિલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે જેમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો છે. વળી, જીતને દાવો કરનાર ભાજપનો વોટશેર જરૂર વધ્યો છે પરંતુ તે દિલ્લીની સત્તાથી હજુ પણ દૂર છે. ઓખલા સીટથી જીત મેળવનાર અમાનતુલ્લાહના કાર્યાલયમાં જશ્નનો માહોલ છે અને કાર્યકર્તાઓએ એકબીજાને મિઠાઈ પણ ખવડાવી. આ દરમિયાન અમાનતુલ્લાહે અમિત શાહ પર નિશાન સાધ્યુ છે.

અમાનતુલ્લાહે કહ્યુ, દિલ્લીની જનતાએ આજે ભાજપ અને અમિત શાહને કરન્ટ લગાવવાનુ કામ કર્યુ છે, આ કામની જીત છે. તમને જણાવી દઈએ ક અમાનતુલ્લાહે અમિત શાહના એ નિવેદન પર પલટવાર કર્યો છે જેમાં ગૃહમંત્રીએ કહ્યુ હતુ કે દિલ્લીના જનતા મતદાનવાલા દિવસે કમળનુ બટન એટલુ જોરથી દબાવે કે તેના કરન્ટથી શાહીન બાગમાં બેઠેલા સીએએ પ્રદર્શનકારી ત્યાંથી જતા રહે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X