For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી દારુનીતિ કૌભાંડઃ EDએ દિલ્લી-પંજાબમાં ફરીથી પાડી રેડ, CM કેજરીવાલે કહ્યુ - ગંદા રાજકારણ માટે...'

દિલ્લી આબકારી નીતિ મામલે પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)એ દિલ્લી અને પંજાબમાં લગભગ ત્રણ ડઝન ઠેકાણે રેડ પાડી છે. જેના પર સીએમ કેજરીવાલે કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી આબકારી નીતિ મામલે પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)એ દિલ્લી અને પંજાબમાં લગભગ ત્રણ ડઝન ઠેકાણે રેડ પાડી છે. શુક્રવારે સવારે ઈડીએ હવે ખતમ થઈ ચૂકેલ દિલ્લી આબકારી નીતિ મામલે કથિત અનિયમિતતાઓ અંગે દિલ્લી અને પંજાબમાં લગભગ ત્રણ ડઝન સ્થાને રેડ પાડી છે. ખાસ કરીને આ રેડ મની લૉન્ડ્રીંગ મામલે સીબીઆઈની એફઆઈઆર પર આધારિત છે. બંને કેન્દ્રીય એજન્સીઓએ અત્યાર સુધી આ મામલે ઘણા સર્ચ અભિયાન ચલાવ્યા છે.

kejriwal

અરવિંદ કેજરીવાલે સાધ્યુ નિશાન

શુક્રવારે સવારે શરુ થયેલા રેડના સમાચાર પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો છે. કેન્દ્ર સરકાર પર અપ્રત્યક્ષ રીતે કટાક્ષ કરીને કેજરીવાલે કહ્યુ, 'ઘણા અધિકારીઓનો સમય એમની ગંદી રાજનીતિ માટે બરબાદ કરવામાં આવી રહ્યો છે.

'આ રીતે દેશ કેવી રીતે કરશે વિકાસ'

આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ, '500થી વધુ રેડ, 3 મહિનાથી સીબીઆઈ/ઈડીના 300થી વધુ અધિકારી 24 કલાક લાગેલા છે. એક મનીષ સિસોદિયા સામે પુરાવા શોધવા માટે. કંઈ નથી મળી રહ્યુ. કારણકે કંઈ કર્યુ જ નથી. પોતાની ગંદી રાજનીતિ માટે આટલા અધિકારીઓનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. આ રીતે દેશ કેવી રીતે વિકાસ કરશે?'

English summary
Delhi Excise Policy case: Arvind kejriwal hits on BJP as ED raid three dozen locations of Delhi Punjab AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X