દિલ્હીના તુગલકાબાદ સ્થિત ઝૂંપડીમાં ભીષણ આગ લાગી

દિલ્હીના તુગલકાબાદ સ્થિત ઝૂંપડીમાં ભીષણ આગ લાગી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે. તુગલકાબાદ સ્થિત ઝૂંપડપટ્ટીમાં ગત રાતે ભયાનક આગ લાગી હતી. સાઉથ ઈસ્ટ દિલ્હીના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું કે અમને મોડી રાતે 1 વાગ્યે આગ લાગી હોવાની સૂચના મળી હતી. ઘટના સથળે 18-20 ફાયરની ગાડી મોકલી આપવામાં આવી છે અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

fire

ઘટનામાં હજી સુધી કોઈપણ પ્રકારની જાનહાનીના અહેવાલ મળ્યા નથી. જ્યારે સાઉત દિલ્હી ઝોનના ડેપયૂટી ચીફ ફાયર ઑફિસર એસએસ તુલીએ જણાવ્યું કે ઘટના સ્થળે અત્યાર સુધીમાં ફાયરની કુલ 30 ગાડીઓ મોકલી આપવામાં આવી છે. જે બાદ હવે આગ પર નિયંત્રણ મેળવી લેવાયો છે. જો કે હજી સુધી કયા કારણસર આગ લાગી હતી તે જાણી શકાયું નથી, અમે તે જાણવાની કશિશ કરી રહ્યા છીએ. દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જણાવી દઈએ કે અગાઉ શનિવારે દક્ષિણ દિલ્હીના હૌઝખાસ વિસ્તારના સિગ્નસ ઑર્થોકેર હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. આ હોસ્પિટલ કરોના સંક્રમિત દર્દીના ઈલાજ માટે રિઝ્વ કરવામાં આવ્યું છે. આગની સૂચના મળતા જ ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આઘ પર કાબૂ મેળવી લીધો. ઘટનામાં 7 દર્દીને બચાવી લેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X