13 દિવસ બાદ દિલ્હી ગેંગરેપ પીડિતાનું મોત
નવી દિલ્હી, સિંગાપુર, 29 ડિસેમ્બર: 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલુ બસે બળાત્કારનો શિકાર બનેલી ગેંગરેપ પીડિતાને વધુ સારવાર માટે સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં મલ્ટી ઓર્ગન ફેલિયર બાદ મોત નિપજ્યું છે. પીડિતાની મોત બાદ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, નોર્થ વ્લોક અને ઇન્ડિયા ગેટ તરફ જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં છે.
ગેંગરેપનો શિકાર બનેલી પેરા મેડિકલની વિદ્યાર્થીને 27 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તબિયત નાજુક જણાતાં તેને સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે અને આ સુવિધા ભારતમાં ઉપલબ્ધ નથી. માટે તેને સિંગાપુર અથવા લંડન મોકલવી પડશે. પરંતુ સિંગાપુર લઇ જતી વખતે વિમાનમાં જ પીડીતાની તબિયત બગડી હતી.

વિમાનમાં તબિયત બગડતાં તેને તાત્કાલિક સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આજે રાત્રે 2 વાગે તેનું મોત નિપજ્યું હતું. આ સમાચાર મળતાં જ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ રાત્રે એક બેઠક બોલાવી હતી અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. સુરક્ષાની સમીક્ષાની બાદ દિલ્હીમાં પહેલાં એલર્ટ જાહેર કર્યા બાદ તેની મોતના સમાચાર મીડિયાને આપવામાં આવ્યાં હતા.
ભારતીય દૂતાવાસના અધિકારી ટીસીએ રાઘવને જણાવ્યું હતું કે તેમને પીડિતાની મોત પર દુખ વ્યક્ત કર્યું હતું. તેને જ્યારે અહીંયા લાવવામાં આવી હતી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. તેની હાલત એકદમ ગંભીર હતી. 16 ડિસેમ્બરે આપેલા જખમ એટલા ગંભીર છે કે ડૉક્ટર તેની સામે જંગ જીતી શક્યા નથી. પીડિતાની લાશ અને તેના પરિવારને ભારત મોલવાની તૈયાર કરવામાં આવી રહી છે.
દૂતાવાસ અધિકારીએ જણાવ્યું હતું કે તેને અહીં ડૉક્ટરોની ટીમ સાથે લાવવામાં આવી હતી, તો રસ્તામાં કંઇ થયું હોય તે વાત ખોટી છે. દિલ્હી અને સિંગાપુર બંને જગ્યાના ડૉક્ટરો પહેલાંથી કહી રહ્યા હતા કે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સિંગાપુર એ માટે લાવવામાં આવી હતી કે તેને સારામાં સારી સેવા મળી શકે. દૂતાવાસના કેટલાક અધિકારીઓ હોસ્પિટલમાં હાજર રહ્યાં હતા. અહીંયા કેટલાક વિશેષજ્ઞ ડૉક્ટરોની ટીમ હતી. રાઘવને મીડિયા અને સરકારને અપીલ કરી છે કે તે પરિવારનું નામ ગોપનીય રાખે.












Click it and Unblock the Notifications
