દિલ્હી ગેંગરેપ કેસ : 'નિર્ભયા'ના દોષીઓને આજે મળશે સજા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર : ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં થયેલા ગેંગરેપમાં સાકેત કોર્ટ 12.30 વાગ્યા પછી પોતાનો નિર્ણય સંભળાવશે. આ કેસના ચાર આરોપીઓને કોર્ટમાં લાવી દેવામાં આવ્યા છે. જેના પગલે સાકેત કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર પર ગેંગરેપ, હત્યા, હત્યાની કોશિશ સહિત ઘણી ધારાઓ અંતર્ગત આરોપ લાગેલા છે. આ મામલાના એક આરોપી રામસિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે એક સગીર વયના આરોપીને સજા સંભળાવી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરની રાત્રે મુનિરકાના આ બસ સ્ટોપ પર યુવતી પોતાના મિત્રની સાથે બસની રાહ જોઇ રહી હતી. દ્વારકાની એક બસમાં બંને સવાર થયા. બસમાં સવાર લોકોએ યુવકને ગંભીર રીતે માર માર્યો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ચાલતી બસમાં એક કલાક સુધી બળાત્કાર કર્યા બાદ આરોપીઓએ પીડિત યુવતી અને તેના મિત્રને મહિપાલ પૂરના વિસ્તારમાં ફેંકી દીધા અને તેમની પર બસ ચડાવીને મારવાની પણ કોશિશ કરી, અને ત્યાંથી ફરાર થઇ ગયા. આસપાસના લોકોએ તેમની હાલત જોઇને પોલીસને જાણ કરી. પોલીસે યુવતીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડી હતી.પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી અને ધીરેધીરે કરીને તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી. પીડિતાના મિત્રએ તેમને ઓળખી પણ કાઢ્યા. જોકે સારવાર દરમિયાન પીડિતા 'નિર્ભયા'નું નિધન થયું. તેના મૃત્યુના પગલે દેશના લોકોમાં વધુ રોષની લાગણી પ્રસરી ગઇ.
ઠેરઠેર વિરોધો થવા લાગ્યા. લોકોએ આરોપીઓને છડે ચોક ફાંસી આપવાની માંગ કરી. આ ઘટનાને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર બદનામ થઇ ગઇ. આજે દોષીઓને કેવી સજા મળે છે એ પરથી નક્કી થકે 'નિર્ભયા'ને કેટલે અંશે ન્યાય મળ્યો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન











Click it and Unblock the Notifications
