ફી ભરવા માટે ટ્યૂશન કરાવતી હતી 'દામીની'

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: શનિવારે રાત્રે સિંગાપુરમાં અંતિમ શ્વાસ લેનાર દિલ્હી ગેંગરેપની પીડિતા મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હતી અને તેને પોતાની સ્કૂલ ફી અને કોલેજની ફી ભરવા માટે ટ્યૂશન પણ કરાવતી હતી. ઉત્તર પ્રદેશના એક પરિવારમાંથી આવનારી આ બહાદુર છોકરી વિશે પરિવારના મિત્રોનું કહેવું છે કે તે સખત પરિશ્રમ કરનારી અને જીવનમાં આગળ વધવાની ઇચ્છા ધરાવનારી છોકરી હતી.

પરિવારના અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતાનો પરિવાર ઘણા સમયથી દિલ્હી આવી ગયો હતો અને દક્ષિણ દિલ્હીના એક મધ્યમવર્ગી વિસ્તરમાં વસવાટ કરતો હતો. આ જગ્યાએ 23 વર્ષ પહેલાં આ છોકરીનો જન્મ થયો હતો. દામિનીના પિતાએ તેની પ્રતિભાને જોતા તેના ઉચ્ચ અભ્યાસ માટે દેવું કર્યું હતું. પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ તે ફિઝિયોથેરાપિસ્ટના અભ્યાસ માટે તે દેહરાદુન જતી રહી હતી.

homage

દિલ્હી પરત ફર્યા બાદ તે ઉત્તરી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે કામ કરવા લાગી હતી. તેમના પરિવારમાં તે સૌથી મોટી હોવાથી માતા-પિતાની ઇચ્છા હતી કે તે સફળતા પ્રાપ્ત કરે જેથી બે નાના ભાઇઓને પણ પ્રેરણા મળે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર 'બધા માતા-પિતાની જેમ દામિનીના માતા-પિતાએ પણ સપનું જોયું હતું કે તેમની છોકરી સારી નોકરી કરે અને સારો પગાર મેળવે. પરંતુ 16 ડિસેમ્બરના રોજ છ યુવકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને તેને ગંભીર રીતે મારપીટ કરીને ફેંકી દિધી. ત્યારબાદ તેની સારવાર દરમિયાન દામિનીનું મોત નિપજતાં તેના માતા-પિતાનું આ સપનું ભાંગી પડ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X