For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં મફત પાણી બાદ હવે જનતાને નજર સસ્તી વિજળી પર!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે 52 કલાકમાં મફત પાણીનો વાયદો પૂરો કરી દિધો છે. હવે સસ્તી વિજળીની ભેટનો વારો છે. માનવામાં આવે છે કે દિલ્હીમાં સસ્તી વિજળી પર ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે. સૂત્રોનાજણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકાર સસ્તી વિજળી પર 24 થી 48 કલાકમાં નિર્ણય લઇ શકે છે.

દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમક્ષ સૌથી મોટો પડકાર વિજળીના ભાવમાં 50 ટકાનો ઘટાડો કરવાનો છે અને આ સબસિડી આપવામાં આવે તો સંભવ છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં વિજળીના ભાવમાં 50 ટકાનો કાપ કરવાનો વાયદો કર્યો હતો. આ વર્ષે જુલાઇમાં વિજળીના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. દિલ્હીવાસીઓને પ્રતિ યુનિટ 3.90 રૂપિયાના દરે બિલની ચૂકવણી કરવી પડશે.

arvind

જો કે દિલ્હી વિદ્યુત નિયામક પંચે (ડીઇઆરસી)એ કહ્યું હતું કે અત્યાર સુધી સરકાર તરફથી તેને કોઇ પ્રસ્તાવ મળ્યો નથી. તાજેતરના દરોની સમીક્ષામાં ત્રણ મહિના સુધીનો સમય લાગી શકે છે. સૂત્રોનું માનીએ તો ડીઇઆર વિજળીના દરમાં ઘટાડાના પક્ષમાં નથી. એવામાં જો સરકાર ઇચ્છે તો દિલ્હીની જનતાને ભારે સબસિડી આપી શકે છે. એક અનુમાન અનુસાર સરકારે વિજળીના ભાવ અડધા કરી દિધા તો વર્ષે 5000 કરોડનો બોજો વધી જશે.

English summary
With Delhi Chief Minsiter Arvind Kejriwal fulfilling his party's promise of providing free supply of 700 litres of water everyday for Delhi households, all eyes are set on the Aam Aadmi Party (AAP) whether it would deliver on its poll promise of reducing the power tariff by 50 percent in the national capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X