દિલ્હી સરકારે ત્રણ કોરોના વોરિયર્સ ડૉક્ટરના નામ પદ્મ પુરસ્કાર માટે મોકલ્યા!
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કેટલાક ડૉકટરોના નામની જાહેરાત કરી છે, જેમના નામ આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે કેન્દ્ર સરકારને મોકલી રહ્યા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કેટલાક ડૉકટરોના નામની જાહેરાત કરી છે, જેમના નામ આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે કેન્દ્ર સરકારને મોકલી રહ્યા છે. CM એ કહ્યું કે આ સમય છે આપણા ડૉક્ટરોનું સન્માન કરવાનો જેમણે લાખો જીવ બચાવ્યા. થોડા દિવસો પહેલા સીએમ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકારે આ વર્ષના પદ્મ પુરસ્કારો માટે ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓના નામ મોકલવાનો નિર્ણય કર્યો છે.

કેજરીવાલે કહ્યું કે, અમને પદ્મ પુરસ્કારો માટે 9,427 સૂચનો મળ્યા. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની આગેવાની હેઠળની અમારી સમિતિએ પદ્મ પુરસ્કારો માટે ત્રણ ડૉક્ટરોના નામ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલીરી સાયન્સના ડૉ.એસ.કે. સરીન, લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલના ડૉ. સુરેશ કુમાર અને મેક્સ હોસ્પિટલના ડૉ.સંદિપ બુધીરાજાના નામ પસંદ કર્યા છે.
જુલાઈમાં જ દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દિલ્હી સરકાર આ વર્ષના પદ્મ પુરસ્કારો માટે ડૉકટરો અને આરોગ્ય કર્મચારીઓના નામ મોકલશે. કોરોના સમયગાળા દરમિયાન ડૉકટરોના પ્રયત્નો અને મહેનતને જોતા દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે અમે ડૉકટરોના આભારી છીએ અને અમે તેમનું સન્માન કરવા માંગીએ છીએ. જનતા નામ જણાવશે તેમને જ આગળ મોકલવામાં આવશે. જણાવી દઈએ કે કેજરીવાલ સરકારે 15 ઓગસ્ટ સુધી નામોના સૂચનો માંગ્યા હતા.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
