50 તળાવોનુ સૌદર્યીકરણ કરશે દિલ્લી સરકાર
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યુ કે દિલ્લી ટૂંક સમયમાં તળાવોનુ શહેર બની જશે.
નવી દિલ્લીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યુ કે દિલ્લી ટૂંક સમયમાં તળાવોનુ શહેર બની જશે. કેજરીવાલની ઘોષણાને સમજાવતા નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યુ કે સરકાર શહેરમાં 50 તળાવોને પુનર્જીવિત અને સુંદર બનાવી રહી છે. સિસોદિયાએ ઉત્તર-પશ્ચિમ દિલ્લીના બવાનામાં સન્નોથ સરોવર પર ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.

તેમણે ટ્વીટ કર્યુ, 'અરવિંદ કેજરીવાલજીએ દિલ્લીને તળાવોનુ શહેર બનાવવાના મિશનના ભાગ રૂપે, સન્નોથ તળાવમાં થઈ રહેલા પુનઃસ્થાપન અને બ્યુટિફિકેશનના કામની સમીક્ષા કરી.ટ તેમણે કહ્યુ કે આ પ્રોજેક્ટથી દિલ્લીમાં પાણીની અછતની સમસ્યા પણ દૂર થશે.
સિસોદિયાએ લખ્યુ, 'દિલ્લીના આવા 50 તળાવો, જેમણે પોતાની ઓળખ ગુમાવી દીધી છે, તેનુ નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે, જે ભૂગર્ભ જળને રિચાર્જ કરશે અને પાણીની અછતને સમાપ્ત કરશે. આ પ્રોજેક્ટ પૂરો થતાં જ દિલ્લીવાસીઓ તેમના પરિવારો સાથે અહિની સુંદરતાનો આનંદ માણવા આવશે.'
સિસોદિયાના ટ્વિટને શેર કરતા કેજરીવાલે લખ્યુ, 'દિલ્હી ત્રિરંગાનુ શહેર બન્યા પછી તળાવોનું શહેર બનવા માટે તૈયાર છે. સમગ્ર દિલ્લીમાં ઘણા સુંદર તળાવો હશે. તે સ્થાનિકો માટે આરામ અને બહારના લોકો માટે પર્યટન સ્થળ રુપે કાર્ય કરશે.'












Click it and Unblock the Notifications
