સરકારી કાર્યાલયોમાં ભીડ ઓછી કરશે દિલ્લી સરકાર, ત્રણ નવા જિલ્લાઓ પર વિચાર
દિલ્લીમાં હાલના 11 જિલ્લાઓ સિવાય, વધુ ત્રણ નવા જિલ્લા બનાવવા પર વિચારણા ચાલી રહી છે.

દેશની રાજધાની દિલ્લીના વધુ સારા સંચાલન માટે જિલ્લાઓની સંખ્યા વધારવામાં આવી શકે છે. દિલ્લીમાં હાલના 11 જિલ્લાઓ સિવાય, વધુ ત્રણ નવા જિલ્લા બનાવવા પર વિચારણા ચાલી રહી છે. દિલ્લી સરકારના એક અધિકારીએ ગુરુવારે જણાવ્યુ હતુ કે મહેસૂલ જિલ્લાઓની સંખ્યામાં વધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે કારણ કે એવુ અનુભવાયુ હતુ કે દિલ્લીની વસ્તીમાં ઘણો વધારો થયો છે પરંતુ જિલ્લાઓની સંખ્યા યથાવત છે. આવી સ્થિતિમાં લોકોને ટ્રાન્સ-યમુના વિસ્તારમાં આવેલી વહીવટી કચેરીઓમાં લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
અધિકારીએ કહ્યુ કે જિલ્લાઓની સંખ્યા વધારવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વ પછી દિલ્લીમાં જિલ્લાઓની સંખ્યા 14 થઈ શકે છે. હાલમાં રાજધાનીમાં 11 મહેસૂલ જિલ્લાઓ, 15 પોલીસ જિલ્લાઓ, 13 શિક્ષણ જિલ્લાઓ અને 12 મ્યુનિસિપલ વિસ્તારો છે. પ્રત્યેક મહેસૂલ જિલ્લાનુ નેતૃત્વ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે છે અને 33 પેટાવિભાગો જેમાં જિલ્લાઓને વિભાજિત કરવામાં આવે છે, દરેક એક પેટા-વિભાગીય મેજિસ્ટ્રેટ હોય છે. આ કચેરીઓ દિલ્લી સરકારની તમામ નીતિઓના સંચાલન અને અમલીકરણ માટે જવાબદાર છે. આ કચેરીઓના પ્રભારોમાં લેન્ડ એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે, જેમાં જમીનના રેકોર્ડની જાળવણી અને જમીન મહેસૂલની આકારણી અને સંગ્રહ, સામાજિક સુરક્ષાના પગલાં જેમ કે વંચિત જૂથો માટે પેન્શન, વિસ્થાપિત વ્યક્તિઓનુ પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.
સરકારી અધિકારીએ કહ્યુ કે આદર્શ રીતે દર 10 લાખની વસ્તી માટે એક ડીએમ ઑફિસ હોવી જોઈએ. મતલબ કે શહેરની બે કરોડની વસ્તી માટે 20 ડીએમ ઑફિસ હોવી જોઈએ. પરંતુ આ એક મોટુ આયોજન છે, હાલમાં અમે 20 નહીં પરંતુ 14 જિલ્લા માટે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છીએ. દિલ્લીમાં હાલમાં 11 જિલ્લા છે. જેના નામ છે- નવી દિલ્લી, મધ્ય દિલ્લી, પૂર્વ દિલ્લી, ઉત્તર દિલ્લી, ઉત્તર પૂર્વ દિલ્લી, ઉત્તર પશ્ચિમ દિલ્લી, શાહદરા, દક્ષિણ દિલ્લી, દક્ષિણ પૂર્વ દિલ્લી, દક્ષિણ પશ્ચિમ દિલ્લી, પશ્ચિમ દિલ્લી.












Click it and Unblock the Notifications
