દિલ્લી સરકાર બધાને મફત વિજળી આપવાનુ ચાલુ રાખશેઃ આતિશી
આપ સરકારનુ કહેવુ છે કે મોંઘવારીના આ યુગમાં વીજળી સબસિડીએ દિલ્લીની સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. ઉર્જા મંત્રીએ કહ્યું કે અમારી પાવર સબસિડીમાં કોઈ ફેરફાર થવાનો નથી.

દિલ્લી સરકારે વીજળી સબસિડી પર ચાલી રહેલી અટકળોનો અંત લાવતા કહ્યુ છે કે સબસિડી ઘટાડવામાં આવશે નહીં અને બધાને મફત વીજળી ચાલુ રહેશે. સરકાર તરફથી આ સ્પષ્ટતા એલજીની ઑફિસ દ્વારા વીજળી સબસિડી પૉલિસીમાં ફેરફારની ભલામણ કરતી નોટ બહાર પાડવામાં આવ્યા બાદ આવી છે.
ઉર્જા મંત્રી આતિશીએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે એલજીએ ખામીયુક્ત કાયદાકીય સલાહના આધારે દિલ્લી સરકારની વીજળી સબસિડી પાછી ખેંચવા માટે વીજળી વિભાગ પર દબાણ કર્યુ હતુ. જ્યારે ડીઈઆરસીએ 6 જાન્યુઆરીએ જ દિલ્લી સરકારને એક પત્ર લખ્યો હતો, જેમાં 5 KV અથવા 3 KVથી વધુ લોડના કનેક્શન ધરાવતા ગ્રાહકોને વીજળી સબસિડી બંધ કરવાની સલાહ પાછી ખેંચી હતી.
આપ સરકારનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્લીમાં વીજળી સબસિડી બંધ કરવા માંગે છે અને LGએ PMOના દબાણમાં આ નિવેદન બહાર પાડ્યુ હતુ. સરકારનુ કહેવુ છે કે મોંઘવારીના આ યુગમાં વીજળી સબસિડીએ દિલ્લીની સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. ઉર્જા મંત્રીએ કહ્યું કે અમારી પાવર સબસિડીમાં કોઈ ફેરફાર થવાનો નથી. એલજી ઑફિસ જાણીજોઈને તેના વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે.
તેમણે કહ્યુ કે તત્કાલીન ઉર્જા મંત્રી મનીષ સિસોદિયાએ DERC ચેરમેનને પત્ર લખીને સમગ્ર મામલાની તપાસ કરીને નવો અભિપ્રાય આપવા જણાવ્યુ હતુ. કારણ કે DERCની છેલ્લી સલાહને 2 વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. આના પર ડીઇઆરસીએ આ બાબતે વિગતવાર કાનૂની તપાસ હાથ ધરી હતી અને 6 જાન્યુઆરી 2023ના રોજ નવો અભિપ્રાય રજૂ કર્યો હતો.
ડીઈઆરસીના અધ્યક્ષે તેમના આદેશમાં કહ્યું કે સલાહનો સંપૂર્ણ વિચાર એ દેખાય છે કે પેન્શન ટ્રસ્ટ સરચાર્જની સમસ્યાને દૂર કરવી પડશે. તેથી સલાહ જે સંપૂર્ણપણે બિનજરૂરી હતી તે કદાચ સદ્ભાવનાથી આપવામાં આવી હતી. પરંતુ સંપૂર્ણપણે ખોટું હતું.
એલજીના કાર્યાલયે કહ્યુ કે ઉપરાજ્યપાલે તેમના કોઈપણ પત્રમાં સબસિડી પાછી ખેંચી લેવાનુ સૂચન કર્યુ નથી. એલજીએ વારંવાર કહ્યુ છે કે ખાનગી વીજ કંપનીઓને સબસિડી આપવાને બદલે તે ગરીબોના ખાતામાં સીધી જ આપવામાં આવે જે પાત્ર છે. લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.
LG કાર્યાલયે જણાવ્યુ હતુ કે ગરીબ લોકોના નામે ખાનગી ડિસ્કોમ અને ખાસ કરીને અનિલ અંબાણીની માલિકીની BSESની તરફેણ કરવા અને અયોગ્ય નાણાકીય લાભ આપવાના કૃત્યમાં રંગે હાથ પકડાયા પછી, AAP સરકાર પાયાવિહોણા, ખોટા અને ભ્રામક નિવેદનો આપવાનો પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
