
કોરોનાથી અનાથ થયેલા બાળકોને 25 વર્ષની ઉંમર સુધી દર મહિને 2500 રૂપિયા આપશે દિલ્હી સરકાર
દિલ્હીમાં કોરોનાવાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે કેજરીવાલ સરકાર ખાસ યોજના શરૂ કરવા જઈ રહી છે. ગુરુવારે દિલ્હી સરકારમાં મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આ સંબંધમાં મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ 19ના કારણે 67 બાળકો અનાથ થયાં છે. કોરોનાના કારણે 651 બાળકોના મા અને 1311 બાળકોના પિતાનું નિધન થયું છે. તેમણે કહ્યું કે આવા બાળકોને આર્થિક સહાયતા આપવા માટે સરકાર એક યોજના શરૂ કરશે. દિલ્હી છોડી ચૂકેલા લોકો પણ અરજી કરી શકે છે.
રાજેન્દ્ર ગૌતમે આગળ કહ્યું કે માતા અથવા પિતામાંથી કોઈ એકને ગુમાવનાર બાળકને પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે. અનાથ થયેલા બાળકોને એક લાખ રૂપિયા અને દર મહિને 2500 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કાલે બુધવારે જ આ મામલે મહત્વની સુનાવણી કરી હતી.
કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીને રાહતના ન્યૂનતમ માપદંડ પ્રદાન કરવા માટે વૈધાનિક રૂપે બાધ્ય કરવામાં આવી છે, જેમાં એવા લોકોના પરિવાર માટે અનુગ્રહ રાશિ સામેલ હોવી જોઈએ જેમણે કોવિડને કારણે પોતાનો જીવ ગુમાવી દીધો છે.