For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારે ફરીથી આપ્યો આદેશ, છાત્રો અને મજૂરો પાસે ભાડુ ન માંગો

દિલ્લી સરકારે મકાન માલિકો વિશે જારી કરેલા પોતાના પહેલાના આદેશનુ ફરીથી એકવાર કડકાઈથી પાલન કરવા કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસ કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લૉકડાઉન વચ્ચે રાજધાનીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન દિલ્લી સરકારે મકાન માલિકો વિશે જારી કરેલા પોતાના પહેલાના આદેશનુ ફરીથી એકવાર કડકાઈથી પાલન કરવા કહ્યુ છે. સરકારે કહ્યુ છે કે મકાન માલિક છાત્રો અને મજૂરો પાસે ભાડાની માંગ ન કરે.
સરકારે જિલ્લાધિકારીઓને જાગૃકતા અભિયાન ચલાવવા માટે કહ્યુ છે જેથી એ વિસ્તારોમાં જ્યાં મજૂરો અને છાત્રોની સંખ્યા વધુ છે ત્યાંના મકાનમાલિકે ભાડુ ન લેવુ.

arvind kejriwal

તમને જણાવી દઈએ કે સરકારે આદેશ જારી કરીને કહ્યુ છે કે કોઈ પણ મકાન માલિકે છાત્રો અને મજૂરોને લૉકડાઉન દરમિયાન ભાડુ ન લેવુ. આ પહેલા માર્ચ મહિનામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને પણ કહ્યુ હતુ, મારી બધા મકાન માલિકોને અપીલ છે કે લૉકડાઉન દરમિયાન જો તમારા ભાડુઆત પાસે તરત જ ભાડુ આપવાના પૈસા ન હોય આગલા એક કે બે મહિનાનુ ભાડજુ બાદમાં લઈ લે. આ મહામારી દરમિયાન કોઈ ગરીબને આપણે લાચાર અને ભૂખ્યા ન છોડી શકીએ. આ આપણા સૌની જવાબદારી છે.

તેમણે કહ્યુ હતુ કે ભાડુ ન આપવા પર કોઈ પણ મકાન માલિક ભાડુઆતોને હેરાન ન કરે. જો કોઈ મકાન માલિક ભાડુઆતને હેરાન કરે તો તેની સામે કડક કાર્યવાહી થશે. રાડધાનીમાં કોરોના કેસની વાત કરી તો ગુરુવારે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે દિલ્લીમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2248 છે. આમાં કુલ 92 નવા કેસ આવ્યા અને 113 દર્દી રિકવર થઈ ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 724 લોકો રિકવર થયા છે કે જે 32 ટકા થાય છે. 2248માંથી 48 લોકોના મોત થઈ ચૂક્યા છે.24 લોકો આઈસીયુમાં અને 6 લોકો વેંટીલેટર પર છે.

આ પણ વાંચોઃ કોરોના કેસમાં બીજા નંબરે આવ્યુ ગુજરાત, સરકારે 13 IASને જવાબદારી સોંપીઆ પણ વાંચોઃ કોરોના કેસમાં બીજા નંબરે આવ્યુ ગુજરાત, સરકારે 13 IASને જવાબદારી સોંપી

English summary
delhi govt reiterates earlier order for landlords to not demand rent from students labourers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X