દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આપી કોરોનાને મ્હાત, હોસ્પિટલમાંથી મળી રજા

સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

દેશની રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. આ મહામારીની ચપેટમાં દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ આવી ગયા હતા. જેના કારણે તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવુ પડ્યુ. જો કે શુક્રવારે સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને આજે જ મેક્સ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના આરોગ્ય મંત્રીની તબિયત 16 જૂને બગડી ગઈ હતી ત્યારબાદ તેમણે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેના આગલા દિવસ એટલે કે 17 જૂને તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

satyendra jain

સત્યેન્દ્ર જૈનમાં કોરોના વાયરસનુ સંક્રમણ મળી આવ્યા બાદ તેમને દિલ્લીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા જ્યાં તેમની તબિયત વધુ બગડી ગઈ. મેક્સ હોસ્પિટલમાં 55 વર્ષીય સત્યેન્દ્ર જૈનને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી. આ દરમિયાન દિલ્લીમાં આરોગ્ય વિભાગની કમાન ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના હાથમાં સોંપી દેવામાં આવી હતી. પ્લાઝ્મા થેરેપી બાદ સત્યેન્દ્ર જૈનની તબિયતમાં સુધારો આવ્યો અને તેમનો તાવ પણ ઓછો થયો. હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને કોરોનાને હરાવ્યા બાદ આજે તેમને મેક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X