દિલ્લી હિંસાઃ ઘાયલોને સુરક્ષા અને ઈલાજ માટે દિલ્લી HCએ અડધી રાતે સુનાવણી કરી આપ્યા નિર્દેશ
સીએએના નામ પર ભડકેલી હિંસા મામલે દિલ્લી હાઈકોર્ટમાં અડધી રાતે સુનાવણી થઈ.
નૉર્થ ઈસ્ટ દિલ્લીમાં નાગરિકતા સુધારા કાયદા માટે શરૂ થયેલી બબાલે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી નફરત અને વિરોધની આગમાં દિલ્લી ગંભીર રીતે સળગી રહ્યુ છે. રાજધાનીમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 100થી વધુ લોકો ઘાયલ છે જેમાંથી અમુકની હાલત ગંભીર બતાવાઈ રહી છે. સીએએના નામ પર ભડકેલી હિંસા મામલે દિલ્લી હાઈકોર્ટમાં અડધી રાતે સુનાવણી થઈ.

ઘાયલોને સુરક્ષા અને સારા ઈલાજ માટે દિલ્લી HCમાં અડધી રાતે થઈ સુનાવણી
જસ્ટીસ એસ મુરલીધરના ઘરે મંગળવારે મોડી રાતે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે દિલ્લી પોલિસને મુસ્તફાબાદની એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો અને દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં શિફ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે અને આ સાથે જ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

જસ્ટીસ એસ મુરલીધરને કરી અલ હિંદ હોસ્પિટલમાં ડૉક્ટર સાથે વાત
અડધી રાતે સુનાવણી દરમિયાન જસ્ટીસ એસ મુરલીધરને અલ હિંદ હોસ્પિટલના ડૉક્ટર સાથે વાત કરી અને સ્થિતિ વિશે જાણવાની કોશિશ કરી. આ દરમિયાન હિંદ હોસ્પિટલના ડૉ. અનવરે જણાવ્યુ કે અલ હિંદ હોસ્પિટલમાં 2 લોકોના મોત થઈ ગયા જ્યારે 22 ઘાયલ છે. વાસ્તવમાં ડૉક્ટર અનવરે મંગળવારે સાંજે 4 વાગ્યુથી દિલ્લી પોલિસની મદદ લેવાની કોશિશ કરી પરંતુ તેમને મદદ મળી શકી નહોતી.

હાઈકોર્ટે દિલ્લી પોલિસને આપ્યા આ નિર્દેશ
ત્યારબાદ દિલ્લી હિંસા મામલે રાહુલ રૉયે અરજી દાખલ કરી હતી જેના પર જસ્ટીસ એસ મુરલીધરના ઘરે સુનાવણી થઈ કારણકે દિલ્લી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ જીએસ સિસ્તાની બહાર હતા. હાલમાં હાઈકોર્ટે દિલ્લી હિંસા પર ચિંતા વ્યક્ત કરીને નિર્દેશ આપ્યા કે ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલ પહોંચાડવા માટે સુરક્ષિત રસ્તો પૂરો પાડે, બધા ઘાયલોને ઈમરજન્સી મદદ મળે.

એનએસએ અજીત ડોભાલે પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિનુ નિરીક્ષણ કર્યુ
વળી, દિલ્લીની સ્થિતિનુ નિરીક્ષણ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ મંગળવારે મોડી રાતે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા. તેમણે ગાડીમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા હિંસા પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનુ નિરીક્ષણ કર્યુ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
