જજ મુરલીધરની ટ્રાન્સફર પર રાહુલ ગાંધીએ યાદ અપાવી જસ્ટીસ લોયાની
દિલ્લી હાઈકોર્ટના જજ એસ, મુરલીધરની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. મુરલીધર એ જ જજ છે જેમણે દિલ્લીમાં ફેલાયેલી હિંસા પર પોલિસને ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન તેમણે ભડકાઉ ભાષણ આપનાર ભાજપ નેતાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ પણ આપ્યો હતો. તેમની ટ્રાન્સફર પર કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, 'હું બહાદૂર જજ લોયાને યાદ કરી રહ્યો છુ જેમની ટ્રાન્સફર નહોતી કરવામાં આવી.'
આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ, અડધી રાતે જસ્ટીસ મુરલીધરની ટ્રાન્સફરથી નવાઈ લાગી. સરકાર ન્યાયનુ મોઢુ બંધ કરવા માંગે છે. આ દુઃખદ અને શરમજનક છે. તમને જણાવી દઈએ કે મુરલીધરની પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેપાર્ટીના નેતા મનીષ તિવારીએ ટ્વિટ કરીને કહ્યુ, જજ મુરલીધરની કારણ વિના ચંદીગઢ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. અચાનકથી દિલ્લીમાં પોતાના નિવાસ પર અડધી રાતે તેમણે સુનાવણી કર્યા બાદ તેમની ટ્રાન્સફર કરવામાં આવી. તેમની સુનાવણીથી ઘણા લોકોના જીવ બચ્યા હશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી જારી ગજટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ મુરલીધરને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં જજ તરીકે પદ સંભાળવાના નિર્દેશ આપ્યા છે. માહિતી માટે જણાવી દઈએ કે દિલ્લીમાં સોમનારે શરૂ થયેલી હિંસા મંગળવારે ઘણી વધી ગઈ હતી. ત્યારબાદ હિંસામાં ઘાયલોને સુરક્ષા અને સારા ઈલાજ માટે દિલ્લી હાઈકોર્ટના જજ મુરલીધરના ઘરે અડધી રાતે સુનાવણી થઈ હતી. કોર્ટે દિલ્લી પોલિસને નિર્દેશ આપ્યા હતા કે તે મુસ્તફાબાદની એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપે અને દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવે. દિલ્લીના હિંસામાં અત્યાર સુધી 32 લોકોના જીવ ગયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના CM બોલ્યા, જે ભારત માતાની જય કહેશે તે જ ભારતમાં રહેશે