For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Marital Rape: લગ્નનો અર્થ પતિ સામે જાતને સમર્પિત કરવાનો નથી - કોર્ટ

લગ્ન બાદ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવવા અંગે દિલ્હી હાઈકોર્ટે મોટી ટીપ્પણી કરી છે.

|
Google Oneindia Gujarati News

લગ્ન બાદ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવવા અંગે દિલ્હી હાઈકોર્ટે મોટી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યુ છે કે લગ્ન બાદ પત્નીની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવવો અને બળાત્કાર સંપૂર્ણપણે કાલ્પનિક છે. લગ્ન બાદ પતિ અને પત્ની પર આર્થિક અને બીજા દબાણ કરીને બ્લેકમેલ ક,રીને યૌન સંબંધ બનાવે છે. માટે એમ કહેવુ કે લગ્ન બાદ બળજબરીથી પત્ની સાથે બળાત્કાર કરવામાં નથી આવતો તે એક ભ્રમ છે. કોર્ટે કહ્યુ કે લગ્નનો અર્થ એ નથી કે પત્નીને દરેક સ્થિતિમાં પતિ સામે પોતાની જાતને શારીરિક સંબંધ માટે સમર્પિત કરી દેવાની છે.

માનસિક દબાણ કરીને બળાત્કાર

માનસિક દબાણ કરીને બળાત્કાર

દિલ્હી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ ગીતા મિત્તલ અને સી હરિ શંકરે આ વાત એક એનડજીઓ દ્વારા દાખલ કરાયેલ યાચિકાની સુનાવણી દરમિયાન કહી. એનજીઓનો દાવો છે કે લગ્ન બાદ યૌન શોષણ માટે ધમકી અને અન્ય વસ્તુઓનો આશરો લેવામાં આવે છે. કોર્ટે કહ્યુ કે બળાત્કાર, બળાત્કાર હોય છે, જો તમે પરીણિત છો તો તે યોગ્ય અને પરણેલા નથી તો અયોગ્ય એમ ના કહી શકાય. તેને શું કામ આઈપીસીની કલમ 375 થી અલગ રાખવી જોઈએ. બળાત્કાર માટે બળજબરી કરવી જરૂરી શરત નથી, બ્લેકમેલ અને આર્થિક રીતે દબાણ કરીને પણ બળાત્કાર કરવામાં આવી શકે છે.

લગ્નનો અર્થ પોતાની જાતને સમર્પિત કરવી નથી હોતો

લગ્નનો અર્થ પોતાની જાતને સમર્પિત કરવી નથી હોતો

જો કે આઈપીસીની કલમ 375 અંતર્ગત જો પતિ પત્ની સાથે 15 વર્ષ સુધી યૌન સંબંધ બનાવે છે તો તેને બળાત્કાર કહેવામાં ન આવી શકે. જસ્ટીસ ગીતા મિત્તલે કહ્યુ કે હવે બળાત્કારની પરિભાષા બિલકુલ બદલાઈ ગઈ છે. પતિ દ્વારા કરવામાં આવેલ બળાત્કાર બળજબરીથી હશે એવુ જરૂરી નથી. આ ભ્રમ છે. હવે પતિ બ્લેકમેલ કરીને કે આર્થિક રીતે દબાણ કરીને પણ પત્ની સાથે બળાત્કાર કરી શકે છે. બાળકો અને અન્ય જરૂરતોનો હવાલો આપીને પણ પતિ પત્ની સાથે બળાત્કાર કરી શકે છે. આ મજબૂરીઓમાં મહિલાને બળજબરીથી પોતાને જાતને સમર્પિત કરવરી પડે છે.

એનજીઓએ કર્યો વિરોધ

એનજીઓએ કર્યો વિરોધ

કોર્ટે તે પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે લગ્ન બાદ બળાત્કારને ગુનો ગણાવામાં આવે પરંતુ મેન વેલફેર ટ્રસ્ટ નામની એનજીઓએ આનો વિરોધ કર્યો. એનજીઓનું કહેવુ છે કે પત્ની સાથે પતિનો યૌન સંબંધ બળાત્કારની શ્રેણીમાં ના આવી શકે. આ ગેરકાયદેસર નથી. ટ્રસ્ટે રિટ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરેલ યાચિકાનો વિરોધ કરતા કહ્યુ કે લગ્ન બાદ પત્ની સાથે બળાત્કાર નથી કરી શકતો.

English summary
Delhi high court on Marital rape it does not mean wife has to submit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X