For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી: ચોરીના આરોપમાં મકાનમાલિકે ભાડુઆતની હત્યા કરી

દેશની રાજધાનીમાં એક દિલ કંપાવી દે તેવો કેસ પ્રકાશમાં આવ્યો છે. અહીં ચોરીના આરોપસર મકાન માલીકે ભાડૂતને માર માર્યો હતો.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં એક દિલ કંપાવી દે તેવો કેસ પ્રકાશમાં આવ્યો છે. અહીં ચોરીના આરોપસર મકાન માલીકે ભાડૂતને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ 44 વર્ષીય વિધવા દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી, જેને શનિવારે માર મારવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ મંજુ ગોયલ તરીકે થઈ છે, જે છેલ્લા છ મહિનાથી મહેરૌલી વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતી હતી. મહિલા લોકોના ઘરે કામ કરતી હતી અને આ પૈસાથી તે પોતાનું જીવન જીવી રહી હતી.

murder

રોકડ ચોરીનો આરોપ

મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે મકાન માલિક સતીષ પહવાએ મંજુ પર ઘરમાંથી રોકડ રકમની ચોરીનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ તેઓએ મંજુને નિર્દયતાથી માર માર્યો હતો. મંજુના ભાઈ મુકેશ જિંદલે જણાવ્યું હતું કે અમને શનિવારે સવારે આઠ વાગ્યે ફોન કરવામાં આવ્યો હતો. મંજુના મકાન માલીકે અમને જણાવ્યું કે મંજુએ ઘરમાંથી ચોરી કરી હતી અને માર માર્યો છે. ફોન પર માહિતી મળ્યા બાદ જિંદલ તેની પત્ની અને મિત્રો સાથે ઘરે પહોંચ્યો હતો જ્યાં મંજુની હાલત ખૂબ જ ખરાબ હતી.

60000 રૂપિયા પણ લીધા હતા

મૃતક મંજુના ભાઈએ સતીષ પાહવા પર આરોપ લગાવ્યો છે કે પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે મળીને તેની બહેનની હત્યા કરી છે. સતીશે જણાવ્યું હતું કે પાહવાના પરિવારે આરોપ લગાવ્યો છે કે મારી બહેને અઢીથી ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ લોકોએ મંજુની બચતમાંથી 60000 રૂપિયા પણ લઇ લીધા હતા. જિંદલના પરિવારના જણાવ્યા અનુસાર, મકાનમાલિકે તેને મંજુની હાલત વિશે માહિતી આપી હતી, ત્યારે આ લોકો મંજુને તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા કારણ કે આ લોકોનો કેટરિંગનો વ્યવસાય છે અને તે સમયે તેઓ કામમાં વ્યસ્ત હતા.

પોલીસે ગુનો દાખલ કર્યો

સતીષે મંજુની સારવાર માટે ઘરે જ ડોક્ટરને બોલાવ્યા, પરંતુ ઘાયલ મંજુનું મોત નીપજ્યું હતું. જે બાદ મંજુના પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે મંજુના બે બાળકો છે જે હરિયાણાના રેવાડીમાં તેમના દાદા-દાદી સાથે રહે છે. પોલીસે આરોપી સતીષ અને તેના પુત્ર પંકજ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પીડિતાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ભાજપી નેતા અગ્નિમિત્રા પૉલનો આરોપ, જાધવપુર યૂનિમાં ભીડે મારાં કપડાં ફાડ્યાં

English summary
Delhi: Landlord accused of stealing and killing tenant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X