For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપી નેતા અગ્નિમિત્રા પૉલનો આરોપ, જાધવપુર યૂનિમાં ભીડે મારાં કપડાં ફાડ્યાં

ભાજપી નેતા અગ્નિમિત્રા પૉલનો આરોપ, જાધવપુર યૂનિમાં ભીડે મારાં કપડાં ફાડ્યાં

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની જાધવપુર યૂનિવર્સિટી કોલકાતામાં વિદ્યાર્થીઓની ભીડ દ્વારા કરવામાં આવેલ હિંસા વિરુદ્ધ ભાજપના નેતા અગ્નિમિત્રા પૉલે પોલીસ કેસ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે યૂનિવર્સિટી અંદર ભીડે ગાળો આપી. તેમણે આગળ કહ્યું કે ભીડમાંથી કેટલાક લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમના કપડાં ફાડ્યાં. ઉલ્લેખનીય છે કે ભાજપી સાંસદ બાબુલ સુપ્રિયો સાથે પણ દુર્વ્યવહાર થયો હતો.

agnimitra paul

પૉલે કહ્યું કે ગુરુવારે યૂનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાથે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા જ્યારે અમે લોકો કાર્યક્રમ માટે કેમ્પસમાં જઈ રહ્યા હતા તે સમયે જ બેકાબૂ થયેલ ભીડના એક મૂહે અમારો રસ્તો રોક્યો અને નારેબાજી કરવા લાગ્યા. આ ભીડમાં મોટાભાગના યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. થોડી વારમાં જ આ લોકો હિંસા પર ઉતરી આવ્યા અને અમને ગાળો આપવા લાગ્યા. તેઓએ અમને ઈજા પહોંચાડવાનું શરૂ કર્યું. પૉલે જાધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પૉલે પોતાના આરોપમાં કહ્યું કે ભીડે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોને ભીડે પરેશાન કર્યા. ત્યાં કોઈ જ પ્રકારની સુરક્ષા નહોતી. ભીડે અમને 4 કલાક સુધી ઘેરી રાખ્યા હતા, યૂનિવર્સિટીમાં ભીડ હિંસક થઈ ચૂકી હતી. તેમણે મારી સાથે શારીરિક અને માનસિક રીતે ખરાબ વ્યવહાર કર્યો અને કપડાં પણ ફાડી નાખ્યાં.

<strong>મહારાષ્ટ્ર, હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ આવશે</strong>મહારાષ્ટ્ર, હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ આવશે

English summary
BJP Leader Agnimitra Paul Physically Abused by students in kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X