દિલ્હીના ઉપરાજ્યપાલે કેજરીવાલ સરકારને આપ્યો મોટો આંચકો

Written By:
Subscribe to Oneindia News

ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આમ આદમી પાર્ટી સરકાર તરફથી આવેલો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો છે. દિલ્હીમાં વન રેન્ક વન પેન્શન(OROP)ની માંગ માટે ચાલી રહેલાં પ્રદર્શન દરમિયાન દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં રામકિશન ગ્રેવાલ નામના સૈનિકે આત્મહત્યા કરી હતી. ગત વર્ષે ઘટેલી આ ઘટનામાં કેજરીવાલ સરકારે મૃતકના પરિવારને એક કરોડ રૂપિયા આપવની ઘોષણા કરી હતી.

arvind kejriwal

અહીં વાંચો - 5 રાજ્યોના ચૂંટણી પરિણામો સમયે દેશમાં નહીં હોય સોનિયા ગાંધી?

ડિસેમ્બરમાં પાસ કર્યો હતો પ્રસ્તાવ

ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના કેબિનેટ તરફથી મોકલાવમાં આવેલા આ પ્રસ્તાવને 6 માર્ચના રોજ નકારી કાઢ્યો હતો. આ માટેનું કારણ દર્શાવતાં તેમણે કહ્યું કે ગ્રેવાલનું મૃત્યુ તેમની ફરજ દરમિયાન નથી થયું, આથી વળતર તરીકે ઘોષણા કરવામાં આવેલ રકમ હાલની ઉપલબ્ધ પોલિસી અંતર્ગત નથી આવતી. કેજરીવાલ સરકાર દ્વારા આ પ્રસ્તાવ ગત વર્ષ 2016ના ડિસેમ્બર માસમાં પાસ કરી રામકિશન ગ્રેવાલને શહીદની ઉપાધિ આપવામાં આવી હતી.

કેજરીવાલે પૂર્વ સૈનિકના પરિવાર સાથે કરી મુલાકાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પગલાંને સેના-વિરોધી ઠેરવ્યું છે. ગ્રેવાલના પુત્ર જસવંતનું કહેવું છે કે, કેજરીવાલ સરકારે વળતરની ઘોષણા કરતાં અમારા પરિવારને કોઇ વાતની ચિંતા નહોતી. અમે આજે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી સાથે વાત કરી તો તેમણે ખાતરી આપી હતી કે તેઓ અમને શક્ય એટલી મદદ કરશે. હું અને મારો આખો પરિવાર પાંચ દિવસ પહેલાં જ તેમને મળ્યાં હતા.

અહીં વાંચો - Exit Poll: પંજાબ વિધાનસભા ચૂંટણી 2017માં કોણ મારશે બાજી?

નારાજ કેજરીવાલે મોદીને પણ કહ્યાં સેના-વિરોધી

અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, મોદી સરકાર સૈનિકોને સુવિધાઓ નથી આપી રહી અને હું પ્રયાસ કરું તો તેની પર રોક લગાવે છે. કેજરીવાલે ટ્વીટ કર્યું કે, 'નરેન્દ્ર મોદી, સૈનિક વિરોધી. મોદીજી જાતે તો સૈનિકોને સરખુ ખાવાનું નથી આપતા અને અમે મૃત સૈનિકના પરિવારને કંઇ આપવા જઇએ તો અમને કેમ રોકે છે?'

English summary
Delhi LG Anil Baijal rejects rs 1 crore aid to orop suicide victim's family.
Please Wait while comments are loading...