દિલ્હી મોલ ચાંદની ચૌક હિઝબુલના આતંકવાદીઓના નિશાન પર હતા

સૂત્રોએ જણાવ્યું કે શાહને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં તાલીમ આપવામાં આવી હતી. શાહના આતંકી ગુરુઓએ તેને હોળીની આસ પાસ દિલ્હીના ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવવા જણાવ્યું હતું. શાહના નિશાન પર દક્ષિણ દિલ્હીનો એક મશહૂર મોલ અને જુની દિલ્હીનો ચાંદની ચોક જેવો વિસ્તાર હતો.
માનવામાં આવે છે કે છ અન્ય શંકાસ્પદ આતંકવાદીઓ દિલ્હીમાં જ છૂપાયેલા છે. દિલ્હી પોલીસે આ માટે પહેલાથી જ તેમની શોધ ખોળ શરૂ કરી છે. દિલ્હીની એક અદાલતે શંકાસ્પદ આતંકવાદીને 15 દિવસ સુધી પોલીસ અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે. કાશ્મીરના કુપવારા જિલ્લાના દારપોરા ગામના નિવાસી 47 વર્ષીય શાહની બુધવારે ઉત્તર પ્રદેશના ગોરકપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
શાહની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેના બે-ત્રણ સાથીઓએ દિલ્હીમાં રેકી કરી હતી. તેઓ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટની યોજના બનાવી રહ્યા હતા. જાન્યુઆરી 2013ની શરૂઆતમાં જ મુત્તાહિદા જિહાદ કાઉન્સિલ (એમજેસી)ની બેઠકમાં આ આતંકવાદી યોજનાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
