Delhi mayor Election : દિલ્હી મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત, CM આતિશીએ સંવિધાનની જીત ગણાવી

Delhi mayor Election : ખોટી રીતે ચૂંટણી જીતવા માટે કુખ્યાત બીજેપીને દિલ્હીમાં મોટો ઝટકો લાગ્યો છે. ચંદિગઢમાં રંગેહાથ પકડાઈ ગયેલી બીજેપીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હી મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. લાંબો સમય સુધી ચૂંટણીને લટકાવ્યા બાદ પણ બીજેપીને હાર હાથ લાગી છે.

Delhi mayor Election

મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેશ ખેરીને 135 વોટ મળ્યા. આમાંથી બે મત અમાન્ય જાહેર થયા. આ પછી તેમને 133 માન્ય મત મળ્યા. આ ચૂંટણીમાં ભાજપના કિશન લાલને કુલ 130 વોટ મળ્યા.

આ જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તેને બંધારણની જીત ગણાવીએ છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહેશ ખેડીને જીત માટે અભિનંદન પાઠવ્યા. આતિશીએ આ જીતને બાબા સાહેબના બંધારણની જીત ગણાવી અને ભાજપ પર નિશાન સાધ્યું.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મહેશ કુમારને દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. જનતા માટે પૂરા દિલથી કામ કરો, MCDમાં થઈ રહેલા સારા કામને આગળ ધપાવો.

સીએમ આતિશીએ એક એક્સ પોસ્ટમાં કહ્યું કે, દલિત વિરોધી ભાજપે ષડયંત્ર રચ્યું અને મેયરની ચૂંટણીમાં વિલંબ થયો. પરંતુ ફરી એકવાર બાબા સાહેબના બંધારણની જીત થઈ છે. આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીને એક દલિત મેયર મળ્યા. મહેશ ખેડીને મેયર બનવા બદલ અભિનંદન. અમને આશા છે કે તમારા નેતૃત્વમાં MCDમાં અરવિંદ કેજરીવાલના કામની રાજનીતિ આગળ વધશે.

જણાવી દઈએ કે, કોંગ્રેસના આઠ કાઉન્સિલરોએ મતદાન પ્રક્રિયામાં ભાગ નહોતો લીધો. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા વિવાદને કારણે એપ્રિલથી મુલતવી રાખવામાં આવેલી ચૂંટણીમાં કોંગ્રેસે મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસે હાલમાં સૂચિત ટૂંકા કાર્યકાળને બદલે મેયર માટે સંપૂર્ણ કાર્યકાળની માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X